Main Menu

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ વીમો લીધેલા બોટાદ જિલ્લાના ખેડૂતો જોગ

નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), બોટાદની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૬-૧૭થી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સમગ્ર રાજયમાં અમલમાં આવેલ છે. બોટાદ જિલ્લામાં ખરીફ ઋતુ ૨૦૧૬-૧૭ દરમિયાન નોટીફાઇડ પાક તરીકે કપાસ (પિયત) અને બિન પિયત મગફળી, તલ, ખરીફ બાજરી અને જુવારનો સમાવેશ થયેલ છે. તે પૈકી બોટાદ જિલ્લામાં મુખ્યત્વે પિયત કપાસમાં ખેડૂતો દવારા પાક વિમો લેવામાં આવેલ છે. બોટાદ જિલ્લામાં હાલ પિયત કપાસમાં મોટાભાગના પાક કાપણી અખતરા પૂર્ણ થઇ ગયેલ છે.

જે અન્વયે વધુમાં જણાવવાનું કે, પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાના ઠરાવ જોગવાઇ મુજબ રાજયકક્ષાએથી વિમાના દાવા અંગેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જેની ખેડૂતોને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.


Source: royal express