Main Menu

બોટાદ જિલ્લામાં આજથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

 બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રીની યાદીમાં જણાવ્યા પ્રમાણે, ભારતના ચૂંટણી પંચ તરફથી મતદારયાદીસુધારણાનો કાર્યક્રમ તા.૦૧/૦૯/૨૦૧૮ થી તા.૩૧/૧૦/૨૦૧૮ સુધી જાહેર કરવામા આવેલ છે.   આ કાર્યક્રમ દરમ્યાન બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા વિધાનસભા મતદાર વિભાગ અને ૧૦૭-બોટાદ વિધાનસભામતવિસ્તારમાં સમાવિષ્ટ બોટાદ, ગઢડા, ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાના સંબંધિત મતદાન મથકોએ હકક-દાવા અને વાંધાઓસ્વીકારવા માટેની ખાસ વ્યવસ્થા રાખવામા આવેલ છે   આ કાર્યક્રમ દરમ્યાન બોટાદ જિલ્‍લામા બન્‍ને વિધાનસભા મતદાર વિભાગમાં તા. ૧-૧-૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં નવુંનામ દાખલ કરવા માટે ફોર્મ નં.૬, મતદારયાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ નં.- ૭, મતદારયાદીમાથી નામ, અટક વિગેરેનાં સુધારાકરવા માટે ફોર્મ નં- ૮, મતદારયાદીના એક ભાગમાંથી બીજા ભાગમા સરનામા ફેરફાર કરવા માટેની ફોર્મ નં. ૮(ક) ભરવાનું રહે છે. તા.૧/૧/૨૦૧૯ ની લાયકાતની તારીખ સંદર્ભે ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય એટલે કે તા. ૧/૧/૨૦૦૧ અથવા તે અગાઉ જન્મેલા હોય, તેવા લાયક યુવાનાગરિકો મતદારયાદીમા નામ નોંધાવે તે માટે જાહેર જનતાને અનુરોધ કરવામા આવ્યો છે.