Main Menu

મિશન યુપી પછી હવે પીએમ મોદીનું ગ્લોબલ ડિપ્લોમસી પાર્ટ-૨નો મે માસથી પ્રારંભ

ન્યુ દિલ્હી,તા.૧૫
યુપીની ચૂંટણીમાં જ્વલંત જીતનું મિશન પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન વિદેશ કૂટનીતિ પર કેન્દ્રીત રહેશે. આ વર્ષે મે માસથી તેમના વિદેશ પ્રવાસોનો નવો તબક્કો શરૂ થવાની શક્્યતા છે. વડાપ્રધાન મોદીની આખરી વિદેશ યાત્રા ગત વર્ષ નવેમ્બર માસમાં થઈ હતી. છેલ્લે તેમણે જાપાનની બે દિવસીય યાત્રા કરી હતી.
ગત વર્ષ જુલાઈ બાદ તેઓ જાપાન સહીત માત્ર બે વિદેશ યાત્રા પર જ ગયા હતા. જા કે આ સમયગાળા દરમિયાન વૈશ્વિક રાજકારણમાં ઘણી ઉથલ-પાથલ જાવા મળી હતી. તેના કારણે વડાપ્રધાન મોદીની વૈશ્વિક કૂટનીતિના મિશનનો બીજા ભાગ ઘણો પડકારજનક રહેવાની શક્્યતા છે. વડાપ્રધાન મોદીની કોશિશ રહેશે કે તેઓ રોકાણ માટે ભારતને સારા સ્થાન તરીકે સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરશે અને તેઓ પાકિસ્તાનને પણ અલગ-થલગ કરવાની કોશિશો કરશે.
સૂત્રો પ્રમાણે, આ વર્ષે મે માસથી સપ્ટેમ્બર માસ સુધીમાં વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાનો કાર્યક્રમ અતિ વ્યસ્ત રહેશે. આ વર્ષે પોતાની પહેલી વિદેશ યાત્રામાં વડાપ્રધાન મોદી શ્રીલંકાની બે દિવસની મુલાકાતે જશે. શ્રીલંકાની ચીન સાથે વધી રહેલી ઘનિષ્ઠતાની દ્રÂષ્ટએ આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારબાદ મોદી ઈઝરાયલની ઐતિહાસિક યાત્રાએ જશે. વડાપ્રધાન મોદીની સંભવિત ઈઝરાયલ યાત્રા ભારતના પ્રધાનમંત્રીની પહેલી આવી મુલાકાત હશે.
વડાપ્રધાન મોદી પરંપરા તોડીને પોતાની ઈઝરાયલ મુલાકાત બાદ પેલેસ્ટાઈનની મુલાકાતે જવાના નથી. જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન વડાપ્રધાન મોદી રશિયા, જર્મની, સ્પેન અને કજાકિસ્તાનની પણ મુલાકાત લેવાના છે. સેંટપીટર્સબર્ગમાં ઈકોનોમિક સમિટ યોજાવાની છે. તેઓ
આભાર – નિહારીકા રવિયા પહેલી વખત સ્પેન જશે. સૂત્રોનું કહેવું છે કે, તેના સિવાય તેઓ અન્ય કેટલાક દેશોની મુલાકાતે જાય તેવી પણ શક્્યતા છે. વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાના કાર્યક્રમને આખરી ઓપ આપવાનું કામ ચાલી રÌšં છે.
અમેરિકાના રાષ્ટÙપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીની પ્રથમ મુલાકાત હેમ્બર્ગ ખાતે થાય તેવી શક્્યતા છે. અહીં જુલાઈ માસમાં જી-૨૦ સમિટ યોજાવાની શક્્યતા છે. સૂત્રોનું કહેવું છે કે, સાતમી અને આઠમી જુલાઈએ યોજાનારી સમિટમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે અલગથી બેઠક કરાવવાની તૈયારીઓ પણ થઈ રહી છે. જાકે, હજી સુધી તેના પર કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વડાપ્રધાન મોદી ઓક્ટોબર માસમાં અમેરિકાની મુલાકાતે જાય તેવી શક્્યતા છે. અહીં વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટÙના વાર્ષિક સંમેલનમાં સામેલ થશે. આ સિવાય તેઓ અમેરિકાના રાષ્ટÙપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરે તેવી પણ શક્્યતા છે.
વૈશ્વિક રાજનીતિમાં વડાપ્રધાન મોદી સામે નવો અને સૌથી મોટો પડકાર અમેરિકાના નવા રાષ્ટÙપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઓબામા જેવા સુમેળભર્યા સંબંધો બનાવવી છે. ટ્રમ્પની એચ-વન-બી વીઝા પોલિસીને લઈને ભારતની ચિંતાથી મોદી ટ્રમ્પને કેવી રીતે મનાવશે અને અમેરિકાની નવી સરકાર કેવી પ્રતિક્રિયા આપે છે. યુરોપમાં બ્રેÂક્સટ સહીતની ઉથલ-પાથલો બાદ તેમની યુરોપિયન દેશોની મુલાકાત પણ મહત્વપૂર્ણ રહેશે.


Source: royal express