Main Menu

૧પમીએ વિશ્વ ગ્રાહક અધિકાર દિનની રાજ્યકક્ષાએ ઉજવણી ભાવનગરમાં

આખો દેશ તા.૧પમી માર્ચની ઉજવણી વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવે છે જેના અનુસંધાને આ વર્ષની રાજ્યકક્ષાની ઉજવણી ભાવનગર ખાતે ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમની થીમ ડીજીટલ યુગમાં ગ્રાહકોના અધિકારો વિષય પર આવેલ મહેમાનો પોતાનું વકતવ્ય આપશે. આ કાર્યક્રમમાં મેયર, સાંસદ, ધારાસભ્ય, સરકારી અધિકારી, પદાધિકારીઓ તેમજ શહેરના અન્ય મહાનુભાવો અને સરકારી તેમજ અર્ધસરકારી અધિકારી વિગેરે ઉપÂસ્થત રહેશે. આ ઉપરાંત તોલમાપ ખાતા દ્વારા અદ્યતન પ્રદર્શન તથા એલપીજી ગેસનું સેફટી પ્રદર્શન પણ રાખેલ છે. આ તમામ કાર્યક્રમ શિવશÂક્ત હોલ ક્રેસન્ટ ખાતે તા.૧પમી માર્ચ ર૦૧૭ના રોજ બપોરે ૪-૩૦ થી ૬ દરમ્યાન રાખેલ છે. જેનો જાહેર જનતાનેલાભ લેવા ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જણાવાયું છે.


Source: royal express