Main Menu

કડીયાળી નજીક પાઈપલાઈન તુટતા પાણીનો બેફામ બગાડ

રાજુલા તાલુકાના કડીયાળી ગામ નજીક નેશનલ હાઈવે રોડ પર તાનસેલ હોટલની સામે મહીપરી યોજનાની પાઈપલાઈન કોઈપણ કારણોથી લીક થતા લાખો લિટર પાણીનો બગાડ થયો હતો. ઉનાળાની સિઝન શરૂ થતા અમુક તાલુકામાં પીવાના પાણીનો પોકાર બોલે છે. પાણી માટે લોકો વલખા મારે છે ત્યારે રાજુલા નજીક તાનસેન હોટલ સામે છેલ્લા ૧ કલાકથી મહીપરી યોજનાની પાછળ લીકેજ થતા લાખો લીટર પાણીનો બગાડ અંદાજે ૧ કલાક વિતવા છતાં જવાબદાર કર્મચારી ડોકાયા ન હતા. મહીપરી યોજનાના જવાબદારી કર્મચારી ઉંઘતા ઝડપાયા હતા.


Source: royal express