Main Menu

બોટાદ તમાકુ મુક્ત શાળા સેમિનાર પંડિત દિનદયાલ પ્રાથમિક શાળા નં ૧ માં આરોગ્ય અધિકારી ના માર્ગ દર્શન હેઠળ નિબંધ ચિત્ર સ્પર્ધા ઓ યોજાય

       તસ્વીર -અબ્બાસ મહેતર -નટવરલાલ ભાટિયા                                                                                                                                                                                                  બોટાદમા પંડિત દીનદયાલ પ્રાથમિક શાળા નં-૧ માં “તમાકુ મુકત શાળા”બને તે માટે કાર્યક્રમનું આયૉજન કરવામાં આવ્યુ.
બોટાદ ની પંડિત દિનદયાલ પ્રાથમિક શાળા નં ૧ તમાકુ મુક્ત બને તે માટે સુંદર સમજ આપતો કાર્યક્રમ  યોજાયો શાળા તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.ઓ.માઢક અને ઇ.એમ.ઓ.ડૉ. ચૌહાણના માર્ગદર્શનથી આજરોજ તા ૨૪/૮/૨૦૧૮ ના રોજ બોટાદમા હનુમાન ગેટ વિસ્તારમાં આવેલ પંડિત દીનદયાલ પ્રાથમિક શાળા નં-૧ માં તમાકુ મુકત શાળા બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી.
જેમા બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ ભલગામિયા,જાયન્ટસ સાહેલી ગ્રુપનાં પ્રમુખ મીનાબેન પટેલ દ્રારા કામગીરી કરવામાં આવેલ હતી.