Main Menu

ઢસા જંકશન ખાતે બોટાદ પ્રાંત નો ચોથા તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો પાંચ હજાર કરતા વધુ અરજી ઓ નો નિકાલ કરતું તંત્ર

  તસ્વીર -અબ્બાસ મહેતર -નટવરલાલ ભાટીયા                                                                                                                                       ઢસા જંકશન ખાતે યોજાયેલ “સેવા સેતુ” કાર્યક્રમમાં માંડવા ઢસાગામ ઢસા જંક્શન મોટા ઉમરડા જલાલપુર અને વિકળયા ગામનાં લોકોએ તેમની રજુઆત કરી_   
રાજ્યના વહિવટમાં પારદ્શિતા  વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ગઢડા તાલુકાના ઢસા જંક્શન ખાતે બોટાદ પ્રાંત નો ચોથા તબક્કા નો “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઢસા જંકશન. ઢસાગામ. માંડવા. મોટા ઉમરડા. જલાલપુર. અને વિકળયા.ગામનાં લોકોએ ઉપસ્થિત રહીં ને મોટી સંખ્યા માં લાભ લીધો હતો_.
આ કાર્યક્રમમાં આવક જાતિ કેમીલેયટર.ડોમીસાઇલ.પ્રમાણ પત્રને લગતાં દાખલાઓ.રેશનકાર્ડને લાગતી અરજીઓ. આધારકાડ.નામ નોંધાવાની અરજીઓ મા અમુતમ યોજના અને વાત્સલ્ય કાર્ડ ને લાભાશ્ર્રીઓની નોંધાણી તથાં કાર્ડ ઇસ્યુ કરવા રાજ્ય સરકાર ના કુષિ   પશુપાલન સહકાર ગ્રામ વિકાસ પંચાયત સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળ ના વ્યક્તિલક્ષી લાભો વિધવા સહાય અને નિરાધાર યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવા ને લગતી અરજીઓ જેવી બાબતોની ગ્રામજનો દ્રારા રજુઆત કરવામાં આવી હતી_
આ તકે ઉપસ્થિત મહાનુભાવો તેમજ અધિકારીશ્રી ઓ દ્રારા ઉજવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસકીટ તથાં મા વાત્સલ્ય કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું_
આ “સેવા સેતુ” કાર્યક્રમમાં મામલતદાર શ્રી વી.એચ.શુકલા સાહેબ વિકાસ અધિકારી શ્રી મહેશ નાકીયા સાહેબ  ઢસા વીશી ગામ  સરપંચ ભરતભાઈ કટારીયા આરોગ્ય કેન્દ્ર નાં ડો.મકવાણા સાહેબ ને અનેક સહિતનાં અગ્રણી શ્રી ઓ તથા અધિકારીઓ કર્મચારીશ્રીઓ  તેમજ મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા…._આ “સેવા સેતુ ” કાર્યક્રમ માં_
અંદાજે પાંચ હજાર થીં વધું અરજીઓ ને નિકાલ કરવામાં આવ્યો હતો._

error: Content is protected !!