Main Menu

દામનગર ના દહીંથરા ગૌશાળા પાસે માર્ગ અકસ્માત માં જુનવદર ના લાભુબેન ત્રિકમભાઈ મકવાણા નું ઘટના સ્થળે મૃત્યુ

દામનગર પાસે દહીંથરા ગૌશાળા આગળ માર્ગ અકસ્માત ટ્રુવહીલ ચાલક આધેડ પાછળ બેઠલ મહિલા લાભુબેન ત્રિકમભાઈ મકવાણા ઉવ ૫૫ નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ થયું બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામી ના તાલુકા ના જુનવદર ના કોળી સમાજ ના ત્રિકમભાઈ મકવાણા અને તેમના પત્ની દામનગર તરફ આવી રહ્યા હતા વહેલી સવારે ૭-૦૦ કલાકે ટ્રુવહીલ માં આવી રહેલ કોળી આધેડ ની પાછળ બેઠેલ મહિલા પાછળ થી પડી જતા પાછળ આવી રહેલ ડમમ્પર ની હડફેટે આવી જતા ઘટના સ્થળે જ લાભુબેન ત્રિકમભાઈ નું મૃત્યુ થયું હતું ઘટના ની જાણ થતાં ઓ સ્થાનિક પોલીસ સ્થળે પહોંચી મહિલા ને પી એમ માટે દામનગર પી એ સી  માં મોકલી અકસ્માત વાળું ડમમ્પર કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે

અહેવાલ-નટવરલાલ ભારતીય-દામનગર