Main Menu

મોહાલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ ઉપર ભારતની જીત મેળવવાની તક

મોહાલી,
મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના આજે ત્રીજા દિવસે ભારતે જીતવા માટેની Âસ્થતિ ઉભી કરી દીધી હતી. ઇંગ્લેન્ડ હજુ પણ ૫૬ રન પાછળ છે અને તેની માત્ર છ વિકેટ હાથમાં છે જેથી આ ટેસ્ટ મેચ પણ હવે ભારતના હાથમાં આવી ગઈ છે. જીતવા માટેની માત્ર ઔપચારિકતા બે દિવસમાં ભારતને અદા કરવાની છે. જાણકાર ક્રિકેટ પંડિતોના કહેવા મુજબ આવતીકાલે સવારે જ ભારતીય ટીમના બોલરો ઇંગ્લેન્ડના બાકી બેટ્‌સમેનોને પેવેલિયન ભેગા કરી દેશે. ઇંગ્લેન્ડના બેટ્‌સમેનો ભારતને બીજા દાવમાં બેટિંગ માટે ફરજ પાડી શકે છે કે કેમ તેના ઉપર હવે નજર રહેશે. ઇંગ્લેન્ડની ટીમ પહેલાથી જ હજુ ૫૬ રન પાછળ છે. આજે ભારત તરફથી ગઇકાલે નોટઆઉટ રહેલા અશ્વિન અને રવિન્દ્ર જાડેજા તેમજ જયંત યાદવે પુછડિયા બેટ્‌સમેન તરીકે ઉપયોગી યોગદાન આપ્યું હતું જેથી ભારતે પ્રથમ દાવમાં ૪૧૭ રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડ ઉપર જંગી લીડ પ્રથમ ઇનિંગ્સમાં મેળવી લીધી હતી. જાડેજાએ ૧૦ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૯૦ રન કર્યા હતા જ્યારે અશ્વિને ૧૧ ચોગ્ગાની મદદથી ૭૨ રન બનાવ્યા હતા. આ ઉપરાંત જયંત યાદવે ૫૫ રનની ઉપયોગી બેટિંગ કરી હતી. ઇંગ્લેન્ડ તરફથી સ્ટોકે ૭૩ રન આપીને ૫ અને રશીદે ૧૧૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સમાં જારદાર ધબડકો થયો હતો. અશ્વિનના તરખાટ સામે ટોપ ઓર્ડરના બેટ્‌સમેનો ઝડપથી આઉટ થયા હતા. કેપ્ટન કુક ૧૨, અલી ૫, બેરશો ૧૫ રન કરીને આઉટ થયા હતા. રુટ ૩૬ રન સાથે રમતમાં છે. હમીદ આવતીકાલે બેટિંગ કરી શકશે કે કેમ તેને લઇને હાલ સસ્પેન્સની Âસ્થતિ છે તે જાતા ભારતને વધુ એક ફાયદો થઇ ગયો છે. આ ટેસ્ટ મેચ હવે ભારતના હાથમાં આવી ગઈ છે.  વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ધારણા પ્રમાણે જ ઇંગ્લેન્ડ ઉપર ૨૪૬ રને જીત મેળવી લીધી હતી. આની સાથે જ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ભારતે ૧-૦ની લીડ મેળવી લીધી હતી.
મેન ઓફ દ મેચ તરીકે ભારતીયકેપ્ટન વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડે છેલ્લે ૨૦૧૨માં ભારતનો પ્રવાસ કર્યો હતો. આ સિરિઝમાં ઇંગ્લેન્ડને ૨-૧થી જીત મળી હતી. અમદાવાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની હાર થઇ હતી જ્યારે મુંબઈ અને કોલકાતામાં રમાયેલી બાકીની બંને ટેસ્ટ મેચોમાં ઇંગ્લેન્ડે જીત મેળવી હતી.


Source: royal express