Main Menu

મણિપુરમાં ભાજપની સત્તાઃ બિરેનસિંઘે સીએમ પદના શપથ

ઈમ્ફાલ,તા.૧૫
ભાજપની મણિપુરમાં પ્રથમવાર સરકાર નિર્માણ થઇ છે. એન. બીરેનસિંહે સીએમ પદના શપથ ગ્રહણ કર્યા છે. બીજીબાજુ શપથગ્રહણ સમારોહમાં અમિત શાહ હાજર રહી શકયા નથી.
ઉલ્લેખનીય છે કે મણીપુરનાં રાજ્યપાલ નજમા હેપતુલ્લાએ રાજ્યમાં સરકાર રચવા માટે ભાજપને આમંત્રણ આપ્યું હતું. એન. બીરેન્દ્રસિંહની વડપણ હેઠળની ભાજપ સરકારની શપથવિધિ આજે યોજવામાં આવી હતી.
૬૦ સભ્યોવાળી મણિપુર વિધાનસભામાં બહુમત માટે ૩૧ વિધાયકોની જરૂરીયાત હતી હાલમાં થયેલી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસને ૨૮ અને ભાજપની ૨૧ સીટો મળી બીજા નંબર પર હોવા છતાય ભાજપે રસકાર બનાવવા માટે જરૂરી ૩૧ વિધાયકોનું સમર્થન મેળવ્યું. મણિપુરમાં ભાજપે પ્રથમવાર બધી જ ૬૦ સીટો પર પોતાના કેન્ડીડેટ્‌સ ઉતાર્યા હતાં. ગોવાની જેમ મણિપુરમાં પણ સૌથી મોટો હોવા છતા તમે સરકાર બનાવા માટે રાજ્યપાલ દ્વારા નહી બોલાવાનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે. ભાજપને મણિપુર વિધાનસભા ચુંટણીમાં ૨૧ સીટો મળી બીજા નંબર પર હોવા છતાય ભાજપે સરકાર બનાવવા માટે જરૂરી ૩૧ વિધાયકોનું સમર્થન મેળવ્યું. મણીપુરમાં ભાજપે પ્રથમવાર બધી જ ૬૦ સીટો પર પોતાના કેન્ડીડેટ્‌સ ઉતાર્યા હતાં. ગોવાની જેમ મણીપુરમાં પણ સૌથી મોટો હોવા છતા તમે સરકાર બનાવા માટે રાજ્યપાલ દ્વારા નહિ બોલાવાનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે.
ભાજપને મણિપુર વિધાનસભા ચુંટણીમાં ૨૧ સીટો જીતી છે. એનપીએફ અને એનપીપીના ચાર વિધાયકોએ તેને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત તૃણમુલ કોંગ્રેસને અને લોજપાના ૧-૧ વિધાયક અને ૧ નિર્દલીય વિધાયક પણ ભાજપની સાથે છે. જાકે એનપીએફ પોતાના ચાર વિધાયકો માટે મંત્રી પદની માંગ પર અડગ રÌšં છે એવામાં ભાજપને આગળ જતા મુશ્કેલી થઇ શકે છે. મણિપુરમાં શપથ સમારોહમાં સામેલ થવા જઇ રહેલા અમિત શાહ અડધેથી જ દિલ્હી પાછા ફર્યા. તેઓની ફલાઇટમાં ટેકનીકલ ખામી થઇ ગઇ હતી. ૫૬ વર્ષના બીરેનસિંહ નેશનલ લેવલના ફુટબોલર છે. બાદમાં તેઓ પત્રકારમાં પોતાનું કેરીયર બનાવ્યું. ૨૦૦૨માં તેઓએ ડેમોક્રેટીક પીપલ્સ પક્ષ સાથે જાડાઇને પોતાનો રાજનીતી સફર શરૂ કરી અગાઉ તેઓ કોંગ્રેસ સરકારમાં પણ મંત્રી રહ્યા છે. ગયા વર્ષે ઓકટોબરમાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા.