Main Menu

લીંબડી ખાતે ભારતીય જનતા પાર્ટી ના લીંબડી શહેર તથા ગ્રામ્ય ના સદસ્યતા વૃદ્ધિ અભિયાન યોજાયો

લીંબડી ખાતે ભારતીય જનતા પાર્ટી ના લીંબડી શહેર તથા ગ્રામ્ય ના સદસ્યતા વૃદ્ધિ અભિયાન યોજાયો

હાલ માં રહેલ ગુજરાત સરકાર દ્વારા રાજ્ય મા શહેરમાં વિકાસ ના કામો થઈ રહીયા છે ત્યારે આજે લીંબડી ખાતે ભારતીય જનતા પાર્ટી ના લીંબડી શહેર તથા ગ્રામ્ય ના સદસ્યતા વૃદ્ધિ અભિયાન નો કાર્યક્રમ યોજાઈ ગયો.

જેમાં આ કાર્યક્રમ મા આજે ગુજરાત રાજ્ય સરકાર ના કેબિનેટ કૃષિ મંત્રી શ્રી આર. સી. ફળદુ ઉપસ્થિત રહિયા હતા.

તેમાં ખાસ કરીને લીંબડી પાટીદાર સમાજ, લીંબડી સોની સમાજ, લીંબડી યુવા ભાજપ દ્વારા માં  મંત્રી શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું.

તેમજ આ સદસ્યતા વૃદ્ધિ અભિયાન તા. 21 ઓગસ્ટ સુધી સદસ્ય બનાવવા માટે અભિયાન ચાલશે.

ત્યારે સદસ્યતા વૃદ્ધિ કઈ રિતે થાય અને કાર્યકતા ઓ ની સઁખિયા વધુ બને અને  કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરિયા હતા તેમજ નરેન્દ્રભાઈ મોદી ના નેમ છે કે ભારત દેશ ને વિશ્વમાં ઓળખાય તે ગાથાને લઈ તે માટે તેમજ દેશનો વિકાસ વધી રહીયો છે

અને દરેક બુથમાં યુવાનોનું સંગઠન  વધુ મજબૂત થાય તે માટે અને વધુ માં વધુ ઓન લાઈન પર મિસ કોલ કરી સદસ્યો વધે તેના માટે મહત્વ સમજાવીયુ હતું.

આ કાર્યક્રમમાં કેબિનેટ કૃષિ મંત્રી આર.સી.ફળદુ, વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, સુરેન્દ્રનગર સંસદ સભ્ય દેવજીભાઈ ફતેપુરા, રાજ્યસભા ના પૂર્વ સાંસદ શંકરભાઇ વેગડ,  ગુજરાત પ્રદેશ કિસાન મોરચા ના મંત્રી રાજભા ઝાલા, સુરેન્દ્રનગર જીલા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ, ગુજરાત રાજ્ય હાથશાળ વિકાસ નિગમ ચેરમેન શંકરભાઈ દલવાડી,  ગુજરાત ગૌણ સેવા પસન્દગી મંડળ ના માજી. ચેરમેન પ્રકાશભાઈ સોની, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ના મહામંત્રી જગદીશભાઈ મકવાણા, અનિરુદ્ધસિંહ પઢીયાર, સુરેન્દ્રનગર સુરસાગર  દૂધ ડેરી ચેરમેન બાબાભાઈ ભરવાડ, લીંબડી નગરપાલિકા ના પ્રમુખ ધીરુભાઈ ખાંદલા, લીંબડી સોની સમાજ ના આગેવાન દેવાભાઈ સોની, તથા ભાજપ ના કાર્યકરોમા નાનભા ઝાલા, રાજુભાઇ પટેલ, કૃષ્ણસિંહ રાણા, બીપીનભાઈ પટેલ, લીંબડી ભાજપ પ્રમુખ દલસુખભાઈ ચૌહાણ, તેમજ મોટી સાંખીયામાં, ઉપસ્થિત રહિયા હતા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.


error: Content is protected !!