Main Menu

સાયલા લાલજી મહારાજની જગ્યાની દર્શનાર્થે મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે સાયલા ખાતે આવેલ શ્રી લાલજી ભગતની જગ્યાની દર્શનાર્થે મુલાકાત લીધી હતી.

        આ પ્રસંગે જગ્યાના મુખ્ય મહંતશ્રી દુર્ગાદાસ અને માધવદાસ મહારાજે મુખ્યમંત્રી ને આવકારી તેમનું સન્માન કર્યું હતું. તથા સંસ્થા દ્વારા મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં રૂપિયા એક લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો.

        આ પ્રસંગે શ્રીમતી અંજલીબેન રૂપાણી, સાંસદ દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, પૂર્વ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, પૂર્વ સાંસદશ્રી શંકરભાઈ વેગડ, જિલ્લા કલેકટરશ્રી કે રાજેશ, અગ્રણી શ્રી દિલીપભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા લીંબડી.


error: Content is protected !!