Main Menu

સુરેન્દ્રનગર જિલ્લા ના લીંબડી નવનિર્મિત બસ સ્ટેશન નું લોકાર્પણ કરવામાં આવ્યું

રાજ્ય સરકાર શ્રી ની સહાય થી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસ.ટી. વિભાગ ના લીંબડી મુકામે રૂ. 334.04 લાખ ના ખર્ચે બાંધવામાં આવેલ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર વાળા અધતન સુવિધા યુક્ત નવીન બસ સ્ટેશનમાં આવેલ સગવડતાઓ તથા મુસાફર સુવિધાઓ સાથે આજે સુરેન્દ્રનગર જીલા ના લીંબડી નવ નિર્મિત બસ સ્ટેશન નું લોકાર્પણ રાજ્ય સરકાર ના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર ના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ લીંબડી નું નવનિર્મિત બસ સ્ટેશન બનાવવા માટે લીંબડી ના પૂર્વ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા ના અથાગ પ્રયત્ન રહિયા હતા. લીંબડી શહેર તથા ગ્રામ્ય જનોના લોકો ને ઘણો બધો લાભ થશે.

આ પ્રસંગે લીંબડી ના પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ગુજરાત ગૌણ સેવા પસન્દગી મંડળ ના માજી. ચેરમેન પ્રકાશભાઈ સોની,ગુજરાત કિસાન મોરચા ના મંત્રી રાજભા ઝાલા, સુરેન્દ્રનગર દૂધ ડેરી ના ચેરમેન બાબાભાઈ ભરવાડ, લીંબડી નગરપાલિકા ના પ્રમુખ ધીરુભાઈ ખાંદલા, લીંબડી તાલુકા પંચાયત ના પ્રમુખ રામુબેન બ્લોલિયા, લીંબડી શહેર ભાજપ પ્રમુખ દલસુખભાઈ ચૌહાણ, યસવંતભાઈ પરમાર, રાજુભાઇ ભરવાડ, સ્મિતાબેન રાવલ, નિર્મલાબેન યાદવ, હંસાબેન ઉનેચા, પ્રતિમાબેન રાવલ, મનદાકિનીબેન ઉપાધિયાય, તેમજ લીંબડી ના વેપારી મિત્રો, અને રાજકોટ એસ.ટી.વિભાગ વિભાગીય નિયામક દીનેશકુમાર જેઠવા, સુરેન્દ્રનગર ડી.ડી.ઓ. બન્સલ સાહેબ, લીંબડી ડેપ્યુટી કલેક્ટર પટેલ સાહેબ, લીંબડી મામલતદાર સાહેબ,તથા લીંબડી એસ.ટી. ડેપો કર્મચારીઓ, દ્રાઈવર, કન્ડક્ટર, તેમજ લીંબડી ના ગ્રામજનો મોટી સઁખિયા મા ઉપસ્થિત રહિયા હતા.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રાજકોટ વિભાગ ના કિંજલબેન દવે, લીંબડી એસ.ટી. ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામી, મદનસિંહ જાડેજા, લલિતભાઈ સોલંકી, કે.ડી.રાણા, પી.જે.રાણા, રઘુભાઈ કાલીયા, કિશોરસિંહ, જયુભા ઝાલા, તેમજ લીંબડી એસ.ટી. સ્ટાફ મિત્રો જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.