Main Menu

વઢવાણ તાલુકાના દેદાદરા થી વાડલા જવાના રસ્‍તાનું ખાતમુર્હુત કરતા પ્રભારીમંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

રાજયના પાણી પુરવઠા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગઈકાલે વઢવાણ તાલુકાના દેદાદરા ગામ થી વાડલા તરફ જતા ૩.૮૦ કી.મી. લંબાઈના રસ્‍તાનું ખાતમુર્હુત કર્યું હતું.

        મંત્રીશ્રી બાવળીયાએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, ગ્રામ્‍ય વિસ્‍તારની આસપાસના બીજા ગામોને જોડતા પાકા રસ્‍તા બનાવવાનો સરકારનો અભિગમ છે અને સરકારશ્રીની મુખ્‍યમંત્રી સડક યોજના અન્‍વયે આ રસ્‍તો તૈયાર થવાથી બે ગામ વચ્‍ચેનું અંતર ઘટશે.

        રૂપિયા ૩૮૮.૮૫ લાખના પેકેજ અંતર્ગત તૈયાર થનાર આ રસ્‍તાનું ખાતમુર્હુત પ્રસંગે ગ્રામના અગ્રણીઓ, પદાધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી