Main Menu

સ્વચ્છતા માટે અનેક એવોર્ડ મેળવેલ કઠાડા પ્રાથમિક શાળાની મુલાકાત લેતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે

સુરેન્‍દ્રનગરઃ- સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આજે પાટડી તાલુકામાં વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ સ્વચ્છતા માટે અનેક એવોર્ડ મેળવેલ કઠાડા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.

        તેમણે પ્રાથમિક શાળામાં અભ્યાસરત વિદ્યાર્થીઓની વાંચન-લેખન-ગણનની ચકાસણી કરી શાળામાં ચાલતી સહ-અભ્યાસની પ્રવૃતિઓથી માહિતગાર થયા હતા.

        મંત્રીશ્રીએ શાળાનું નિરીક્ષણ કરી સ્વચ્છતા – અનુશાસન જેવી વિવિધ બાબતોમાં માટે શાળાના આચાર્ય – શિક્ષકોને બિરદાવ્યા હતા.

        અત્રે ઉલ્‍લેખનીય છે કે, કઠાડા પ્રાથમિક શાળાને સ્‍વચ્‍છતા માટે વર્ષ ૨૦૧૬-૧૭ માં તાલુકા કક્ષાએ પ્રથમ નંબરનો ‘‘શાળા સ્‍વચ્‍છતા એવોર્ડ’’ તેમજ જિલ્‍લા – રાજ્ય અને રાષ્‍ટ્ર કક્ષાનો પ્રથમ નંબરનો ‘‘સ્‍વચ્‍છ વિદ્યાલય’’ પુરસ્‍કાર પ્રાપ્‍ત થયેલ છે.

        મંત્રીશ્રીની કઠાડા પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી મનિષકુમાર બંસલ, જિલ્‍લા શિક્ષણાધિકારીશ્રી આર.સી. પટેલ, અગ્રણી સર્વશ્રી દિલીપભાઇ પટેલ, જેસીંગભાઇ ચાવડા, ખેંગારભાઇ ડોડીયા, પી.કે. પરમાર, હસમુખભાઇ બાવરા, જેંતીભાઇ પટેલ, સરપંચશ્રી રમીલાબેન ઉપસ્‍થિત રહેલા હતા.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી