Main Menu

રાણપુરના દેવળીયા પાસે રાત્રે ચાલુ ગાડીએ આઈસરમાંથી ૧.૩૫૦૦૦ના ચંપલની ચોરીના ૪ આરોપી ઝડપાયા

  1. રાણપુરના દેવળીયા પાસે રાત્રે ચાલુ ગાડીએ આઈસરમાંથી ૧.૩૫૦૦૦ના ચંપલની ચોરીના ૪ આરોપી ઝડપાયા અમદાવાદ ગ્રામ્ય એલસીબીના હાથે ઝડપાઈ ગયેલા ચાર આરોપીને સાબરમતી જેલમાથી રાણપુર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા બોટાદ જીલ્લાના રાણપુર પાસે દેવળીયા ગામના પાટીયા પાસેથી તારીખ-૪,૫,૨૦૧૮ ના રોજ રાત્રીના સમયે આઈસર ગાડી ત્યાથી પસાર થતા તેમાથી એકલાખ પાત્રીસ હજારના પેરાગોન કંપનીના ચંપલની ચોરી થયાની આઈસરના ડ્રાઈવર વારીસઅલી બરકતઅલી સૈયદ(મુસ્લિમ)એ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી.આ અંગે રાણપુર પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ અમદાવાદ ગ્રામ્ય એલસીબી ના હાથે આ ચાર આરોપીઓ ઝડપાઈ ગયા હતા અને સાબરમતી જેલમાં હતા ત્યાથી આ ચારેય આરોપીમાં આરીફખાન અબ્દુલખાન જત મલેક(ઉર્ફે.ચીની) ઉ.૨૨ રહે.પીપળીગામ તા.પાટડી.જી.સુરેન્દ્રનગર, આજીદખાન એહમંદખાન જત મલેક ઉ.૨૧ રહે.પીપળીગામ તા.પાટડી જી.સુરેન્દ્રનગર,દશરથભાઈ રાણાભાઈ(ઉર્ફે.રાહુલ)પાટડીયા ઠાકોર ઉ.૧૯ રહે.પીપળી તા.પાટડી જી.સુરેન્દ્રનગર,બાબુભાઈ અજુભાઈ(ઉર્ફે.બાબુજી અજુજી ઠાકોર)ઉ.૫૩ રહે.ઇનાયતપુરા નવાગામ તાબે વણી તા.વિરમગામ જી.અમદાવાદ આ તમામ ચારેય આરોપીને રાણપુર પોલીસ દ્વારા રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લાવીને આગળની કાર્યવાહી હે.કો-એચ.બી.જમોડ કરી રહ્યા છે

અહેવાલ-વિપુલ લુહાર-રાણપુર