Main Menu

  ગુમ થયેલ બે બાળકો  ને શોધી કાઢતી અમરેલી તાલુકા પોલીસ 

અમરેલી જિલ્લામા હાલ ગુમ થયેલ બાળકો ને શોધવા માટે ની ખાસ ડ્રાઇવ રાખી રાખી શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી.દેસાઇ સાહેબ તથા શ્રી.એલ.બી.મોણપરા સાહેબની મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એચ.એચ.સેગલીયા સાહેબ તથા પો.સ.ઇ.શ્રી. જી.પી.જાડેજા સાહેબ તથા પો.સ્ટાફના માણસો હેડ કોન્સ. જયરાજભાઇ વાળા , હેડ.કોન્સ  પ્રકાશભાઇ ચૌહાણ, હેડ.કોન્સ. સીકંદરભાઇ સૈયદ તથા ડ્રા. પો.કોન્સ  નિરજભાઇ વાધેલા  તથા તથા ચિત્તલ ઓ.પી. ના ઇન્ચાજૅ હેડ કોન્સ મુળજીભાઇ ચુડાસમા તથા  પો.કોન્સ  કિશનભાઇ સોલંકી તથા પો.કોન્સ  કિરીટભાઇ મકવાણા , તથા પો.કોન્સ  વિરેન્દ્રસિહ ચૌહાણ વિ.સ્ટાફના માણસો સાથે મળી  ૨૦૧૪ મા ગુમ રજી નં ૯/૨૦૧૪ તા૦૪/૧૨/૨૦૧૪ ના ગુમ થયેલ બાળક કૃણાલ અતુલભાઇ ધનજીભાઇ ડાબસરા ઉમંર વષૅ ૩ નો રહે. ચિત્તલ  તેમજ ૨૦૧૬ મા ગુમ રજી નં ૧/૨૦૧૬ તા૦૬/૦૧/૨૦૧૬ ના ગુમ થયેલ બાળક ધામૅીક નરેશપુરી  રેવાપરી ગોસાઇ ઉમંર વષૅ દોઢ  નો રહે. ચિત્તલ વાળા બન્ને બાળકો ને આજરોજ તા૦૩/૦૮/૨૦૧૮ ના અમરેલી તાલુકા પોલીસે ચિત્તલ ખાતે થી હકિકત આધારે શોધી કાઢેલ અને તેઓ ના વાલી ને પરત સોપી આપેલ  છે.