Main Menu

માણાવદર શહેરમાં વિના મૂલ્યે નિરાધાર લોકોને ટીફીન સેવા પુરી પાડતા શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટની અવિરત પણે અાગેકુચ જારી છે.

માણાવદર શહેરમાં વિના મૂલ્યે નિરાધાર લોકોને ટીફીન સેવા પુરી પાડતા શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટની અવિરત પણે અાગેકુચ જારી છે.

સને ૨૦૧૪ માં શ્રી જલારામ સેવા સમિતિને નામે માત્ર પાંચ ટીફીનથી ટીફીન સેવાની શરૂઅાત કરતા શહેરીજનોના સાથ અને સહકારથી માસિક દાનની મળતી રકમ માથી અા ત્યાય વધતો ગયો અને અાજે લગભગ ૧૧૦ નિરાધાર અને અસહાય લોકોને વિના મૂલ્યે ધર બેઠા ટીફીન પહોચાડવામાં અાવે છે સેવા સમિતિનાં સભ્યો પોતાના મોટર સાયકલ ઉપર ટીફીનો પહોચતા કરતા હતા તે દરમ્યાન અા સેવાકાર્ય ની રાજકોટનાં પ્રખ્યાત “બોલબાલા” ટ્રસ્ટ રાજકોટનાં ચેરમેન શ્રી જયેશભાઈના કાને વાત જતા તેઓએ ઉડાણ પૂર્વક તપાસ કરી શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટને ધરે ધરે ટીફીન પહોચાડવા માટે “મારૂતિ વાન” ફી માં ભેટ અાપેલ છે અને અાજે સેવા સમિતિ માંથી શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ માણાવદરને નામે ટ્રાન્સફર થઈ ટીફીન સેવા ઉપરાંત અનેક વિવિધ સેવા કાર્યો કરે છે
જેમાં માણાવદર શહેરના ૨૦ જેટલા સેન્ટરોમા લોકોની બિન જરૂરી દવા ઓનો સંગૃહ કરી ભાવનગર “દવા બેક” માં માકેલવામાં અાવે છે લોકો દ્રારા પ્રાપ્ત થતા કપડાઅો તથા ભણવાના પૂષ્તકો સ્લમ વિસ્તારોમાં જરૂરિયાતમંદ માણસોને વિતરણ કરવામાં અાવે છે લોકો ને ત્યા શૂભ પ્રસંગોએ રાંધવામાં અાવેલ ભોજન વધે તે એકત્રિત કરી ગરીબ લોકોમાં વિતરણ કરવામાં અાવે છે જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે મેડીકલ સાધનો પુરા પાડવામાં અાવે છે નિરાધાર વ્યકિતની અંતિમ યાત્રાનાં સામાનનો ખર્ચ પણ અા ટ્રસ્ટ દ્રારા અાપવમાં અાવે છે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને રૂપિયા ૩૦૦/- સુધીની દવા લઈ અાપવામાં અાવે છે
અા ઉપરાંત સમાયાંતરે સર્વ રોગ નિદાન કેન્દ્રનું પણ અાયોજન કરવામાં અાવે છે રખડતી ભટકતી નિરાધાર ગાયો માટે પાણીની ટાંકીઓ તથા પક્ષી ઓને ચણનું પણ વિતરણ કરવામાં અાવે છે
ઉપરોકત સેવાઓ માટે શહેરનાં દાતાઓ દ્રારા અનાજ કિરયાણુ તથા શાકભાજી અાપવમાં અાવે છે ૧૫૦ જેટલા માસિક રકમના દાતાઓના સાથ અને સહકારથી અા ટ્રસ્ટ કાર્યરત છે
હાલમાં અા પ્રવૃતિ માટે ટ્રસ્ટ જે મકાનો ઉપયોગમાં લ્યે છે તે અન્ય લોકોના હોય અા ટ્રસ્ટ દ્રારા અાશા પાન ચોકમાં છ રૂમ વાળુ એક મકાન ખરીદ કરેલ છે ભવિષ્યમાં સાર્વજનિક દવાખાનુ પણ શરૂ કરવામાં અાવશે સિવણવર્ગો પણ શરૂ કરવાનું અાયોજન છે દાતા ઓને અપિલ છે કે અાવા સેવાકિય કાર્યો કરતા અા ટ્રસ્ટને મજબુત બનાવવા અાગળ અાવે અને પોતાનો સહયોગ અાપે…મો.૯૮૯૮૧ ૨૫૭૬૫

અહેવાલ-દિપક રાજા – માણાવદર