Main Menu

લીંબડી તાલુકા ના જાબું – રામરાજપર રોડ ઉપર કેનાલ પાસે થી દેશી દારૂ સાથે 1 વ્યક્તિ ને પકડી પાડતી પાણસીના પોલીસ

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી* દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, *દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પાર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ* હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને  સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશન ના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે…._

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ. ડી.જે.વાઘેલાને બાતમી મળેલ કે, પાણશીણા તાલુકાના જાંબુ ગામ થી રામરાજપર ગામ તરફ જાંબુ ગામનો વિક્રમભાઈ સીતાપરા પોતાના મોટર સાયકલ ઉપર દેશી દારૂ સાથે પસાર થનાર છે….

પાણશીણા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પાણશીણા પોલીસ સ્ટેશનના પોલિસ સબ. ઈન્સ. ડી.જે.વાઘેલા તથા સ્ટાફના  એ.એસ.આઈ. મહેન્દ્રસિંહ, પો.કો. પૃથ્વીરાજસિંહ, નવઘણભાઈ, મહવુંરસિંહ, ડ્રાઇવર સૂર્યકાન્ત સહિતની ટીમ દ્વારા ઉપરોકત *બાતમી આધારે લીંબડી તાલુકાના જાંબુ રામરાજપર રોડ ઉપર કેનાલ પાસે વોચ દરમિયાન કોર્ડન કરી, આરોપી વિક્રમભાઈ પ્રભુભાઈ સીતાપરા જાતે ત.કોળી ઉવ. રહે. જાંબુ તા. લીંબડી જી. સુરેન્દ્રનાગરને દેશી દારુ લીટર 150 કિંમત રૂ. 3,000/- તથા મોટર સાયકલ નંબર GJ-01-FN-6526 કિંમત રૂ. 15,000/- મળી, કુલ કિંમત રૂ. 18,000/- ના મુદામાલ સાથે પકડી પાડી, ધરપકડ* કરવામાં આવેલ છે…._

_પકડાયેલ મુદ્દામાલ બાબતે પકડાયેલ આરોપી વિક્રમભાઈ પ્રભુભાઈ સીતાપરા જાતે ત.કોળી વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ડી.જે.વાઘેલા દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે…_

પાણશીણા પોલીસ દ્વારા આ પકડાયેલ દેશી દારુના ગુન્હામાં અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..?  પકડાયેલ આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી, પાણશીણા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઇન્સ. ડી.જે.વાઘેલા  તથા સ્ટાફ દ્વારા આરોપી વિક્રમભાઈ પ્રભુભાઈ સીતાપરા જાતે ત.કોળીની પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે..

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.