Main Menu

બોટાદ ના રાણપુરમાં વરસાદી માહોલ વચ્ચે બે ગાય ને ઈલેક્ટ્રીક ચોટ લાગતા બન્ને ગાયના કમકમાટીભર્યા મોત-ગૌ પ્રેમીઓમાં શોક

રાણપુરમાં વરસાદી માહોલ વચ્ચે બે ગાય ને ઈલેક્ટ્રીક ચોટ લાગતા બન્ને ગાયના કમકમાટીભર્યા મોત-ગૌ પ્રેમીઓમાં શોક.બોટાદ જીલ્લાના રાણપુર માં બે દીવસ થી સતત વરસી રહેલા વરસાદ ને કારણે ચારે બાજુ પાણી ભરેલા છે ત્યારે આછે વહેલી સવારે ૫ વાગ્યે મેઘાણીનગર પાસે બે ગાયો

ઉભી હતી તે અરસામાં ઈલેક્ટ્રીક લાઈટ સાથે ચોટ લાગતા બન્ને ગાયો ના મોત થયા હતા આ બનાવની જાણ માલધારી સમાજ ને થતા ઘટના સ્થળે ટોળેટોળા ઉમટીપડ્યા હતા આ અંગે રાણપુર જી.ઈ.બી.ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને કઈ રીતે ચોટ આવ્યો તેની તપાસ કરવામાં આવેલ જ્યારે બે ગાયોના મોત થતા ગૌ પ્રેમીઓમાં શોકનુ મોજુ ફરીવર્યુ હતુ
આ બન્ને ગાયો બચુભાઈ ભરવાડ અને રાજુભાઈ ભરવાડ ની હોવાનુ જાણવા મલ્યુ છે

રિપોર્ટર-વિપુલ લુહાર-રાણપુર