Main Menu

સુરેન્દ્રનગર જીલ્લા ના થાન તાલુકાના ગુગરીયાળા ગામની સીમમાં થી એસઓજી પોલીસે ગેરકાયદેસર અને ભેળસેળ કરી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

સુરેન્દ્રનગર જીલ્લા ના થાન તાલુકાના ગુગરીયાળા ગામની સીમમાં થી એસઓજી પોલીસે ગેરકાયદેસર અને ભેળસેળ કરી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી.સુરેન્દ્રનગર એસ.ઓ. જી. શાખા ના પોલીસ ઇન્સ. કે.એ.વાળા, પોલીસ સબ ઇન્સ. એસ. બી. સોલંકી, એ. એસ.આઈ. દાદુભાઈ જાડેજા, યોગેન્દ્રસિંહ ચુડાસમા, સંગીતાબ તથા પ્રીયંકાબેન પરમાર સહિત ના સ્ટાફ ના માણસો થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન એ. એસ. આઈ. દાદુભાઈ જાડેજા તથા યોગેન્દ્રસિંહ ચુડાસમા ના ઓ ને મળેલ બાતમી આધારે થાનગઢ તાલુકા ના ગુગરીયાળા ગામ ની સીમમાં આવેલ રાજેશભાઈ ભરતભાઈ ચાવડા ની શિવ ઇન્ડસ્ટ્રીઝ માં ગેરકાયદેસર તથા ભેળસેળ કરી ઘી બનાવતા હોવાની અને ઘી થી માણસ ના આરોગ્ય ને નુકશાન થતું હોય જે હકીકત આધારે રેઇડ કરતા ઘી બનાવવા માટે વપરાતી સાધન સામગ્રી તથા ઘી, માખણ, પામતેલ, મોરગીનના બેરલ, ડબ્બા, ટેન્ક, તથા નાના નાના ડબ્બો સંકાસ્પદ ઘી જેવી વસ્તુઓ ભરેલ હાલત માં મળી આવતા જેથી ફ્રુડ ઇન્સ્પેકટર જી.કે.પટેલ, સુરેન્દ્રનગર ના ઓને સાથે રાખી કાયદેસર ની કાર્યવાહી જરૂરી સેમ્પલો કબજે કરી આ શિવ ઇન્ડસ્ટ્રીઝમાં ઘી, માખણ, પામતેલ, મોરગીન ના બેરલ, ડબ્બા, ટેન્ક, વિગેરે વસ્તુઓ મળી કુલ કીમત રૂ. ૭૭,૪૯,૫૦૦/- નો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે અને આગળ ની ધોરણ સર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર



« (Previous News)