Main Menu

જોરાવરનગર SC-ST ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જોરાવરનગર પોલીસ

પોલીસ અધિક્ષક શ્રી દિપકકુમર તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગર ડિવિઝન સી.એમ. વસાવા સાહેબ તથા  નાયબ અધિક્ષક સાહેબ SC – ST સેલ સુરેન્દ્રનગર પવાર સાહેબ ના માર્ગદર્શન અને સૂચનાથી જોરાવરનગર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર. નં. 64 / 2018 ઇ.પી.કો. કલમ 323, 324, 325, 504, 506 (2), 452, 114, તથા જી.પી.એકટ કલમ 135, તથા SC – ST, સુધારા અધિનિયમ 2015 ની કલમ 3 (1) RS. તથા 3(2), (5-એ) મુજબના કામે નાસતા ફરતા આરોપી પૈકી આરોપી સુરેશભાઈ કરશનભાઇ ભરવાડ, રહે, રેલવે પાટા પાછળ, ખારાકુવા, તા. વઢવાણ વાળા આજરોજ તેઓના રહેણાક મકાને આવનાર હોય તેથી ચોક્કસ બાતમી એ.એસ.આઈ. મૂળરાજસિંહ ના ઓને મળતા અમો તથા એ.એસ.આઈ. મૂળરાજસિંહ તથા પો.કોન્સ. વિજયસિંહ, બીરેન્દ્રસિંહ, તથા યુવરાજસિંહ ના ઓ તેઓ ના રહેણાંક મકાને વોચમાં હતા તે દરમિયાન કલાક 22-30 વાગ્યે તેઓના મકાને ઉપરોક્ત આરોપી આવતા ઝડપી લઈ મહે. ના પો. અધિક્ષક સાહેબ SC – ST સેલ સુરેન્દ્રનગર નાઓને તપાસ ના કામે સોંપી આપેલ છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર



(Next News) »