Main Menu

લાઠીથી કારમાં લીફટ આપવાના બહાને કર્મચારીને બેસાડી અંદાજે રૂપિયા ૪૩ લાખના હિરા લઇને નાસી છુટેલ આરોપીઓને ગણતરીની કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપી ગુન્હાનો ભેદ ઉકેલતી ભાવનગર પોલીસ

(સૌરાષ્ટ્ર નાદ)

તા. ૦૪/૦૫/૨૦૧૯ ના ભાવનગર સરીતા સોસાયટી પાસે આવેલ મારૂતી ઇમ્પેક્ષ હિરાની પેઢીમાં નોકરી કરતા ભીમજીભાઇ કાળુભાઇ ભીકડીયા/પટેલ રહે. ચિત્રા બેન્ક કોલોની ભાવનગરવાળા લાઠીથી તૈયાર પોલીસ્ડ ડાયમંડ (હિરા) ૧૯૯.૭૬ કેરેટના કિ. રૂ.૪૨,૪૭,૯૪૪/- ના લઇને ભાવનગર આવતા હતા અને બપોરના બે એક વાગ્યાના સુમારે લાઠી ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલ હતા તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો લાલ કલરની ફોર વ્હીલર ગાડી લઇ આવી ફરીયાદીની ઓફીસમાં કામ કરતા હોવાનું કહી ફરીયાદીને કારમાં બેસાડી વાતો દ્વારા વિશ્વાસ અને ભરોસામા લઇ સોનગઢ તાબેના ઇશ્વરીયા ગામના પાટીયા પાસે શેરડીનો રસ પીવાનું કહી ગાડી ઉભી રાખી ગાડીમાંથી નીચે ઉતારી ફરિયાદી પાસેના હીરાના પડીકાનો થેલો તથા મોબાઇલ ફોર વ્હીલર ગાડીમાં જ મુકાવી વિશ્વાસ અને ભરોસો આપી ફરિયાદીને ત્યાજ મુકી હિરા તથા મોબાઇલ ફોન લઇ ફોર વ્હીલ કારમાં ભાગી ગયેલ જે અંગે ફરિયાદીએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકિકત જાહેર કરેલ
➡ ઉપરોક્ત ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ તાત્કાલીક બનાવ સ્થળે પહોચેલ અને બનાવની વિગતો મેળવી નાયબ પોલીસ અધિક્ષકશ્રી પાલીતાણા પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ ભાવનગર L.C.B તથા S.O.G. તથા સોનગઢ તથા ઉમરાળા પોલીસની ની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓને તાત્કાલીક ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ.
➡ પોલીસ જુદી-જુદી ટીમો બનાવી બનાવ બાબતે માહિતી મેળવવા પ્રયત્નો હાથ ધરેલ અને ફરિયાદી પાસેથી મળેલ હકિકત આધારે લાઠી થી બનાવ વાળી જગ્યા સુધીના સી.સી.ટી.વી. ફુટેલ મેળવી એનાલીસીસ શરૂ કરેલ આરોપીઓ પાસે હોન્ડા સીટી કાર R.T.O. રજી. નંબર GJ GJ 01 HY 0480 ની હોવાની હકિકત જાણવા મળેલ અને ગુન્હામાં અરવિંદભાઇ પુનાભાઇ તોગડીયા તથા જીગ્નેશ અશોકભાઇ તોગડીયા રહે. બંન્ને સાજણટીંબા તા. લીલીયા જી. અમરેલી વાળાની સંડોવણી હોવાનું ખુલવા પામતા આરોપીઓ બાબતે તપાસ કરતા હતા અને ટેકનીકલ સોર્સ અને બાતમીદારો દ્રારા હકિકત જાણવા મળેલ કે, ગુન્હામાં સંડોવાયેલ બંન્ને આરોપીઓ ગુન્હામાં વાપરેલ હોન્ડા સીટી કારમાં ઉમરાળા- વલ્લભીપુર હાઇવે થી પાંચ તલવડા તરફ આવે છે જે *હકિકત આધારે વલ્લભીપુર-ઉમરાળા હાઇવે, પાંચ તલાવડા ગામ ચોકડી પાસેથી હોન્ડા સીટી કાર R.T.O. રજી. નંબર GJ GJ 01 HY 0480 માંથી (૧) અરવિંદભાઇ પુનાભાઇ તોગડીયા/પટેલ ઉ.વ.૪૫ (૨) જીગ્નેશભાઇ અશોકભાઇ તોગડીયા/પટેલ ઉ.વ.૩૨ રહેવાસી બંન્ને ગામ સાજણટીંબા તા. લીલીયા જી. અમરેલી વાળાઓને ઝડપી પાડવામાં આવેલ છે અને બંન્ને પાસેથી ચીંટીંગમાં ગયેલ મુદ્દામાલના પોલીસ્ડ ડાયમંડ (હિરા) ૧૯૯.૭૬ કેરેટના કિ. રૂ.૪૨,૪૭,૯૪૪/- તથા હોન્ડા સીટી કાર R.T.O. રજી. નંબર GJ GJ 01 HY 0480 ની કબ્જે કરવામાં આવેલ છે અને બંન્ને આરોપીઓને ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે.*
➡ આમ ભાવનગર પોલીસ ગણતરીની કલાકોમાં રૂપિયા અંદાજે રૂપિયા ૪૨.૫ લાખના ગયેલ હિરાના ગુન્હાનો ભેદ ઉકેલી તમામ મુદ્દામાલ રીકવર કરી બે આરોપીઓને ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખેલ છે. હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને આરોપીઓની પુછપરછ ચાલુ છે.
➡ આ સમગ્ર કામગીરી સફળ બનાવવામાં ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબની સુચના હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પાલીતાણા પી.એ.ઝાલા સાહેબની માર્ગદર્શન હેઠળ S.O.G./L.C.B. પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા S.O.G. ના પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી તથા L.C.B. ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એસ.એમ.રાણા તથા ઉમરાળા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. એચ.આર.પઢીયાર તથા એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા વિજયસિંહ ગોહિલ તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. શરદભાઇ ભટ્ટ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા તથા જીતુભા ઝાલા તથા કલ્યાણસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. ચિંતનભાઇ મકવાણા તથા સોનગઢ પો.સ્ટે.ના પોલીસ કોન્સ. અર્જુનસિંહ લગ્ધીરસિંહ તથા યુવરાજસિંહ લાલુભા તથા વિજયસિંહ નિર્મળસિંહ તથા યુવરાજસિંહ વિક્રમસિંહ તથા યોગીરાજસિંહ દિગ્વીજયસિંહ તથા હરિચંદ્રસિંહ દિલુભા જોડાયા હતા.


error: Content is protected !!