Main Menu

ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની ચુંટણી દરમ્યાન ડમી મતદારની તાત્કાલીક ધરપકડ કરતી ગઢડા પોલીસ સ્ટેશન ટીમ

(સૌરાષ્ટ્ર નાદ)અબ્બાસ મહેતર

આજરોજ તા.૦૫/૦૫/૨૦૧૯ ના રોજ શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટની ચુંટણી યોજાયેલ અને આ ચુંટણી દરમ્યાન ગઢડા શહેરમાં આવેલ બ્રાંચ શાળા નંબર-૨ માં બુથ નંબર-૧૫ માં મતદાન શરૂ હતુ તે દરમ્યાન બપોરના અઢી વાગ્યાના અરસામાં મુળ કરમદીયા(મહુવા) ગામનો અને હાલ સુરત રહેતો નરેશ મનસુખભાઇ ઠુંમર કોઇ અન્ય વ્યક્તિના ઓળખપત્ર લઇ ખોટુ મતદાન કરવા આવતા બુથમાં રહેલ પ્રિસાઇડીંગ ઓફીસરે તુરતજ ખોટા મતદારને ઓળખી લીધેલ અને પોલીસને જાણ કરતા પો.સબ ઈન્સ. ટી.એસ.રીઝવી ગઢડા પો.સ્ટે.નાઓ તુરતજ મતદાન મથક ઉપર પહોંચી પ્રિસાઇડીંગ ઓફીસરની ફરીયાદ લઇ આરોપી નરેશ મનસુખભાઇ ઠુંમર વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ-૧૭૧(ઘ),૧૮૮ મુજબનો ગુન્હો દાખલ કરી તાત્કાલીક ધોરણે આરોપી નરેશ મનસુખભાઇ ઠુંમરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.






error: Content is protected !!