Main Menu

સાસુ ના માનસિક ત્રાસ ના કારણે આત્મહત્યા કરવા જતી મહિલાને બચાવી લેતી બોટાદ 181 ટીમ

અબ્બાસ મહેતર (સૌરાષ્ટ્ર નાદ)
181 અભયમ મહિલા હેલ્પલાઇનના ટીમ ને થર્ડ પાર્ટી દ્વારા ફોન કરવામાં આવેલ કે રાણપુર તાલુકાના એક ગામના પીડિત મહિલા રેલ્વે સ્ટેશન ના ફાટકના પાટા પાસે આત્મહત્યા કરવા માટે ગયેલ છે.અને મરી જવાની કોશિશ કરે છે .તેથી પીડિત મહિલા ને 181 ના મદદ ની જરૂર છે.

જેના પગલે 181 ટીમનાં કાઉન્સિલર ખુશ્બુ બેન પટેલ પાયલોટ વિક્રમભાઈ તેમજ રાણપુર પો.સ્ટેશન નો સ્ટાફ દ્વારા પીડિત મહિલા ની મદદ માટે સ્થળે પહોંચી વધું તપાસ હાથ ધરતાં એવું જાણવા મળેલ પિડીત મહિલા તેમના સાસુના ત્રાસ ના કારણે આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલ હતાં. પીડિત મહિલા નું કાઉન્સેલિંગ દરમિયાન પીડિત મહિલા “મારે મરી જાવું છે” એવો એકજ શબ્દ વારમવાર બોલતાં હતાં. 181 ના કાઉન્સિલર ખુશ્બુ બેન પટેલ દ્વારા પીડિત મહિલા સાથે શાંતિ પુર્વક વાતચીત કરી આશ્વવાસન આપી વિશ્વાસ આપવાંમાં આવેલ ત્યાર બાદ પીડિત મહિલાએ જણાવેલ કે તેમનાં સાસુ ઘરનાં કામ બાબતે વારમવાર ઘર કંકાસ કરતાં અને મેણાં ટોણાં મારતાં રહેતાં તથા તેમનું ૧૧ માસનું બાળક પણ તેમનાં સાસુ તેમની પાસે રાખે છે એથી પીડિત મહિલા ને દિલ માં લાગી જતાં તેમને આત્મહત્યા કરવા નો વિચાર આવેલ ત્યાર બોટાદ 181 ટીમ દ્વારા પીડીત મહીલા અને તેમનાં સાસુ અને તેમના પરિવાર ને સમજાવવાની કોશિશ કરેલ ત્યાર બાદ પીડિત મહિલા ને આત્મહત્યા નું પગલું નહીં ભરવા બાબતે સમજાવા મા આવેલ ત્યાર બાદ પીડિત મહિલા ને આગળ દિવસો માં કોઈ પગલું નો ભરે અને તેને લાંબા ગાળા ના કાઉન્સેલિંગ માટે બરવાળા ખાતે”સખી વન સ્ટોપ” ખાતે મોકલી આપવામાં આવેલ…






error: Content is protected !!