Main Menu

બાબરા અને લાઠી વિસ્તાર માં કમોસમી વરસાદ ના છાટણા થી ઠંડક પ્રસરી ભારે ઉકળાટ બાદ વાદળ છાયુ વાતાવરણ ભૂલકા ઠંડક થી પુલકિત થયા ઈટ ઉત્પાદન કારો માં ઘડીભર દોડધામ મચી

બાબરા. ચિતરંજન છાટબાર

બાબરા અને લાઠી તાલુકા માં અસહ્ય ઉકળાટ બાદ સાંજે ૫ કલાકે કમોસમી વરસાદ ના છાટા ઓછા વધુ પડવા થી સામાન્ય રોડ રસ્તા ભીના થયા હતા અને વાતાવરણ માં ઘડીભર ઠંડક નો અહેસાસ થયો હતો
છેલ્લા બે દિવસ થી સૂર્યતાપમાં થોડા અંશે ઘટાડો થયો છે અને આકાશમાં વાદળા છવાયેલા જોવા મળે છે આજે સામાન્ય છાટા પડતા બાળકો ખુશી થી જુમી અને ઠંડક નો લાભ લેતા નજરે પડ્યા હતા વરસાદી વાતાવરણ ના કારણે અહીં ના જુદાજુદા વિસ્તાર માં આવેલ ઈટ ઉત્પાદનકારો માં કાચામાલ સામાન પલળવા ની બીક થી ઘડીભર દોડધામ મચી હતી અને પ્લાસ્ટિક તાલપત્રી થી કાચો માલ ઢાંકવા કામ આગળ વધાર્યું હતું પરંતુ સામાન્ય છાટા પડતા હાશકારો અનુભવ્યો હતો





error: Content is protected !!