Main Menu

વર્ષોથી અખંડ વીરડી આસ્થા નું કેન્દ્ર લાલકા ગામે પથરાળ જંગલ માં મંગલ પાંચાળ ના પ્રસિધ્ધ ગંગેશ્વર ધામ ખાતે ૨૮ માં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું આયોજન

બાબરા.
ચિતરંજન છાટબાર  
પવિત્ર પાંચાળ ભૂમિ તરીકે ઓળખાતા બાબરા તાલુકા ના લાલકા ગામથી ૩ કિમી દુર વેરાન વગડા પથ્થર ના જંગલ માં સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશ વિદેશ ના ભાવિક ભક્તો નું આસ્થા કેન્દ્ર ગણાતા શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર તેમજ ગંગા મૈયા અખંડ વીરડી ધાર્મિક જગ્યા માં ૨૮ માં શિવ મહાપુરાણ નું મહંત શ્રી લક્ષમણગીરી ગુરૂ અલમસ્તગીરીજી દ્વારા પોતાના ગુરૂબંધુ  શ્રી મહંતશ્રી દેવેન્દ્રગીરીજી મહારાજ ની ઉપસ્થિતિ માં ધાર્મિક આયોજન કરવા માં આવ્યું છે
આ ધાર્મિક જગ્યા નજીક  વર્ષો પહેલા દુષ્કાળ ના સમયે પાણી ની તીવ્ર ખેચ થી પશુ પંખી તરસ થી મરણ ના શરણ થવા લાગેલા ત્યારે ચમત્કારિક સંત મોતિગીરીજી દ્વારા પોતાના ચીપિયા વડે સામાન્ય ઉંડાઈ ની વીરડી ખોદી અને ગંગાજી પ્રગટ કર્યા હોવાની દંતકથા જગ્યા સાથે જોડાયેલી છે આ ચમત્કાર રૂપી અખંડ વીરડી ધાર્મિક જગ્યા માં ભારે આસ્થા નું કેન્દ્ર ધરાવી રહી છે વરસો વીતવા છતાં આ વીરડી માં જળ ખૂટતું નથી જગ્યા માં રોજ બરોજ ના ઉપયોગ માટે આ પવિત્ર જળ નો ઉપયોગ કરવા માં આવે છે
૨૮ માં શિવ પુરાણ ની શરૂવાત તા.૮ થી અને પુર્ણાહુતી ૧૮/૫/૨૦૧૯ ના થશે સાથો સાથ તા ૧૩ સવારે ૧૦ કલાકે પૂજ્ય ભરતબાપુ ધજાળા વાળા દ્વારા દિવ્યપ્રવચન તેમજ તા૧૭ ની રાતે  ભવ્ય સંતવાણી માં કલાકારો લલીતાબેન ધોદાદ્રા અને પ્રતિબેન વર્ષાણી ભાગ લેવા પામશે
શિવ મહાપુરાણ ના વ્યાસાસને જાણીતા શાસ્ત્રી ઉદયભાઈ પંડ્યા ધાર્મિક પાન કરાવશે





error: Content is protected !!