Main Menu

છેલ્લા ૧૪ વર્ષથી અપહરણ, બળજબરીથી કઢાવી લેવું સહિતના ગુન્હામાં વોન્ટેડ આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી./એલ.સી.બી

(સૌરાષ્ટ્ર નાદ)
ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી./એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન. બારોટ સાહેબની સુચના અને પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ *એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા એલ.સી.બી. ના પોલીસ કોન્સ. ચિંતનભાઇ મકવાણાને મળેલ* સંયુક્ત બાતમી આધારે નિલમબાગ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૨૪૨/૨૦૦૫ આઇ.પી.સી. કલમ ૩૪૧. ૩૪૨. ૩૮૫. ૩૮૭. ૩૬૪(એ). ૫૦૪. ૧૧૪. આર્મસ એકટ ૨૫(૧)એ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી *કુણાલભાઇ ભુપેન્દ્રભાઇ ખંભોળજા જાતે-બ્રાહમણ ધંધો-વેપાર ઉ.વ.૪૦ રહે. રહે. હાલ અભિનંદન રેસીડન્સી. બ્લોક નં. ડી/૧૦૨ અડાજણ પાલ જી-સુરત મુળ રહે- બંગલા નંબર ૩ ધોષા સોસાયટી. જય અંબે નગર ની બાજુમા થલતેજ રોડ જી-અમદાવાદ વાળાને* અમદાવાદ થલતેજ જય અંબે નગર સોસાયટી ખાતેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી./એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન. બારોટ સાહેબની સુચનાથી અને એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ તથા એલ.સી.બી.ના પોલીસ કોન્સ. ચિંતનભાઇ મકવાણા તથા અરવિંદભાઇ પરમાર તથા કેવલભાઇ સાંગા જોડાયા હતા.






error: Content is protected !!