Main Menu

ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૭૭ કિ.રૂ.૨૩,૦૧૦૦/-સાથે મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

(સૌરાષ્ટ્ર નાદ)  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/જીલ્લા વિસ્તારમાં દારૂ/જુગારની બદી નાશ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તાનરમાં દારૂ/જુગારની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાવન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં *પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલ તથા ઈમ્તીયાઝખાન પઠાણને સયુકત બાતમીરાહે હકિકત મળેલ કે બોરડી ગેટ પાછળ જવાહર કોલોની માં આવેલ ગોડાઉનમાં માલીકની જાણ બહાર *વિમલ ઉર્ફે કેતન લલીતભાઇ સોલંકી રહે. ભાવનગર બોરડીગેટ મહાત્મા ગાંઘી સોસાયટી* વાળાએ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે. તે હકિકત આઘારે રેઇડ કરતા રેઇડ દરમ્યાન એપીસોડ કલાસીક વ્હીસ્કીની બોટલ નંગ-૫૬ તથન મુન્નવોક ડ્રાયજીન પ્રિમીયમ બોટોલ નંગ-૨૧ કુલ બોટલ નંગ-૭૭ કુલ રૂ. ૨૩,૦૧૦૦/- નો મુદામાલ મળી આવતા ઘોઘારોડ પો.સ્ટે.માં પ્રોહીબીશન મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે.

*આ કામગરીમાં એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.એન.બારોટ પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફના એ.એસ.આઇ. પરાક્રમસિંહ ગોહિલ હેડ કોન્સ. ભયપાઇસિંહ ચુડાસમા પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા,ઇમ્તીયાજ પઠાણ, શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, અરવિંદભાઇ પરમાર,ચિંતનભાઇ મકવાણા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.*






error: Content is protected !!