Main Menu

બોટાદમાં તાલુકા સેવા સદન ગાર્ડન ખાતે દ્વિતીય પુસ્તક પરબ યોજાયો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનું સંરક્ષણ કરતી “પુસ્તક પરબ” આજે લાખો હૃદયમાં ટાઢક ફેલાવી રહી છે અને કેમ નહી પુસ્તકમાં રહેલા ઉત્તમ વિચારો મસ્તક આવે અને જીવનને ઉનન્ત માર્ગ બતાવે, શણગારે, મહેકાવે એનાથી રુડુ બીજુ કશું ન હોઈ શકે…..

આજે રોજ બોટાદમાં તાલુકા સેવા સદન ગાર્ડન ખાતે દ્વિતીય પુસ્તક પરબ યોજાય… કાયમની જેમ રાજીપાની ખેતી હો દોસ્ત… રવિવાર સાર્થક બન્યો.. દિલદાર દોસ્તો અને પુસ્તક પ્રેમીઓ સાથે….
સવારે 9 :00 કલાકે તાલુકા સેવા સદન ગાર્ડન પુસ્તકોથી સુશોભિત બન્યું… હર એક પુસ્તક મારા મન ખીલેલા પુષ્પ સમુ લાગતું હતું… સવારમાં જ દોસ્ત નરેન્દ્રભાઈ જોષી, અશ્વિનભાઈ આચાર્ય,મુન્નાભાઈ મેર, દર્શનભાઈ પટેલ,શૈલેષભાઈ ,જયેશભાઈ રવૈયા ,નરેન્દ્રસિંહ સોલંકી જયંતીભાઈ,કલ્પેશભાઈ લાલજીભાઈ જેવા દોસ્તોની ઉપસ્થિતિ ,ચા-કોફીની સાથે મધુર વિચાર ગોષ્ટી પણ એટલી મજાની થઈ… . ધણા બધા સાહિત્યના ઉપાસક
અને પુસ્તક પ્રેમી લોકોએ પુસ્તક પરબરુપી જ્ઞાન ઝરણનો લાભ લીધો…
પુસ્તક પરબ માટે આજનો દિવસ ખૂબ યાદગાર અને સૌ માટે પ્રેરણાદાયી રહ્યો… કેમ કે સવારમાં જ એક એવા વ્યક્તિએ પુસ્તક પરબની મુલાકાત લીધી જેણે અમારા ઉત્સાહને બમણો કરી અમારી પુસ્તક પરબની સાર્થકતાની એક દિશા દિગંત કરી…હા… વ્હાલા દોસ્ત અને મુઠી ઉંચેરા માનવી ઝાલા મેધરાજસિંહે (બરવાળા) પુસ્તક પરબની મુલાકાત લીધી ખૂબ રાજીપા સાથે આ પ્રવૃત્તિ વિશે માહિતી લઈ..કામની ખૂબ હકારાત્મક નોંધ લઈ… સૌ મિત્રોને શુભકામનાઓ પાઠવી તેમજ એક -બે નહીં પણ દોસ્ત 20000 ( વિસ હજાર)ની કિંમતના સ્વામી સચ્ચીદાનંદજી ના ઉત્તમ પુસ્તકો પુસ્તક પરબને આપવાની હાંકલ કરી…. આનાથી વધારે પુસ્તક પરબની સાર્થકતા કઈ હોય દોસ્ત….આપના ક્ષાત્રતેજને વંદન યારા….
નિઃશુલ્ક ચાલતી આ માત્રુભાષા સંવર્ધનની દિવ્ય જ્યોતી આજે લાખો લોકો સુધી આ પુસ્તક પરબ રૂપે પહોંચી ખૂબ વંદનીય કાર્ય કરી રહી છે.. આજના જ દિવસે સમગ્ર ગુજરાત ભરમાં અલગ -અલગ 170 થી વધુ જગ્યાએ આ પુસ્તક યોજાઈ અને લાખો પુસ્તકોની આપ-લે નિઃશુલ્ક રીતે થઈ રહી છે વાહ!!!!!! આજ સાચી અને શ્રેષ્ઠતમ સેવા થઈ રહી છે… મને ખુબ રાજીપો છે કે હું અને મારા મિત્રો આ કાર્યના વાહકો છીએ…

દોસ્ત અશ્વિન આચાર્ય દ્વારા પણ 30 થી વધુ ઉત્તમ પુસ્તકો પુસ્તક પરબને ભેટ આપવામાં આવ્યાં …ખુબ પ્રશંસનીય… સાથે કિશોરભાઈ રામદેવપુત્રમ દ્વારા પણ એમને ખુબ ગમતુ “અડધી સદીની વાંચનયાત્રા ” ખુબ આનંદ સાથે પુસ્તક પરબને સમર્પિત કર્યું સાથે વિશેષ ઉપસ્થિતિમાં બોટાદ સમાચારના તંત્રી શ્રી નિરજભાઈ દવે એ ખૂબ ઉત્સાહપ્રેરક મુલાકાત કરી અને પોતાનો રાજીપો વ્યકત કરી બોટાદ માટે આ ઉત્તમ સેવાને બિરદાવી હતી અને ખૂબ પ્રેરક નોંધ લીધી હતી… આ સાથે સાંદીપનિ વિદ્યાનિકેતનના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી આદરણીય બાપુભાઈ એન.ધાધલ સાહેબે વિશેષ રાજીપા સાથે પુસ્તક પરબની મુલાકાત કરી આવી ઉત્તમ પ્રવૃત્તિને આગવા હરખ સાથે બિરદાવી… તેમની પાસે રહેલા દુર્લભ પુસ્તકોનો લાભ પુસ્તક પરબને આપવાની હાંકલ કરી હતી…. વંદન વડીલશ્રી.. આજ વિચારનો વાહક બનવાનો આનંદ અનહદ હોય……

પુસ્તક પરબ સાથે આજે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા એક ઉત્તમ વિચારના વહન સાથે સુંદર ચકલી ઘરોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઘર આંગણના આ પંખીના રક્ષણનો વિચાર પણ અમે પુસ્તક પરબના માધ્યમથી એ માળા અમારા માટે લઈને સાકારીત કર્યો હતો આ માટે વિચારવાહક દોસ્ત દર્શન પટેલનો આભાર…..

આમ આજે ફરી એક ઉત્તમ કાર્યમાં વાહક બની સાહિત્ય સંવર્ધનના રક્ષક બનવાનો અનહદ આનંદ વ્યક્ત કર્યો…. ખરેખર ” તમે જ્યાં છો ત્યાં જ કંઈક કરી બતાવો એમા જ તમારી ખુમારી રહેલી છે” લિંકનનું એક બહુગમતું વાક્ય મને સાર્થક લાગ્યું …જય હો….. ગમતાનો ગુલાલ કર્યોનો અધધધ આનંદ…..

લેખન /સંકલન – ખાચર પ્રવીણભાઈ એલ “પાર્થ”« (Previous News)error: Content is protected !!