Main Menu

પાસના નેતા દિલીપ સાબવાનું એલાન,ગાંધીનગરથી અમિત શાહ સામે ચૂંટણી લડશે

લોકસભા ચૂંટણીમાં હવે પાસના નેતાઓ પણ મેદાનમાં આવી રહ્યાં છે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે હવે પાસના સંગઠન મંત્રી દિલીપ સાબવા ગાંધીનગરથી ચૂંટણી લડશે, પાટીદારો પર થયેલા પોલીસ દમન બાદ દિલીપ સાબવા સતત અમિત શાહનો વિરોધ કરી રહ્યાં છે, અને અમિત શાહે જ પાટીદારો પર અત્યાચાર કરાવ્યાંના આરોપ લગાવી રહ્યાં છે,

સુરતમાં અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ અને જે યુવાનો પર કેસ થયા છે તે અને શહીદોના પરિવારોને ન્યાય નથી મળ્યો, તે બાબતને આગળ કરીને સાબવા દ્વારા ચૂંટણી લડવાની જાહેરાત કરાઇ છે, અમિત શાહને ટક્કર આપવા માટે અપક્ષ ઉમેદવાર તરીકે દિલીપ સાબવા મેદાનમાં ઉતરશે, સાબવાએ આજે એક પત્રકાર પરિષદ યોજીની ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

તેઓ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડવાના નથી. આ સાથે પાસ દ્વારા કોંગ્રેસને પણ ચીમકી આપવામાં આવી છે કે ગાંધીનગરની બેઠક પર કોંગ્રેસ તેમને સપોર્ટ આપે નહી તો તેનું પરિણામ ભોગવવું પડશે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી આ બેઠક પર અગાઉ સી.જે. ચાવડાનું નામ નિશ્ચિત મનાતું હતું જો કે, ભાજપ દ્વારા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ જાહેર કરાતા મોટા માથાની તલાશ શરૂ કરી છે. એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસ આ બેઠક પર કોઈ પાટીદાર નેતાને ઉતારી શકે છે, આ સ્થિતિમાં પાસ દ્વારા આ બેઠક પર ઝંપલાવવાથી કોંગ્રેસ ભાજપ પર તેની શું અસર થશે તે તો પરિણામ બાદ જ જાણી શકાશે.(Next News) »error: Content is protected !!