Main Menu

રાણપુરના ખોખરનેસની સીમમાં જુગાર રમતા બુબાવાવના પાંચ શખ્સોને ઝડપી પાડ્યા

જુગાર રમતા તત્વો ઉપર રાણપુર પોલીસની લાલ આંખ રાણપુરના ખોખરનેસની સીમમાં જુગાર રમતા બુબાવાવના પાંચ શખ્સોને ઝડપી પાડ્યા

બોટાદ જીલ્લાના રાણપુરમાં નવનિયુક્ત મહીલા P.S.I.એમ.જે.સાગઠીયા એ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી અસામાજીક પ્રવૃતી ઉપર કડક હાથે કામગીરી કરી રહ્યા છે ત્યારે રાણપુર તાલુકાના બુબાવાવ ગામના પાંચ શખ્સો ખોખરનેસ ની સીમમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા
આ અંગે રાણપુર પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ રાણપુર પોલીસ સ્ટેશનનાં મહિલા P.S.I.એમ.જે.સાગઠીયા સ્ટાફ સાથે ખોખરનેસ ગામ બાજુ રાત્રે પેટ્રોલિંગ કરી રહ્યા હતા.ત્યારે ખોખરનેસ ની સીમમાં અમુક ઇસમો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે ની બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ રેડ પાડતા અફડાતફડી મચી ગઈ હતી અને પાંચ શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા જેમાં મહેશભાઈ પોપટભાઈ મેણીયા,મનસુખભાઈ ઉકાભાઈ મરાડીયા,મનસુખભાઈ પોપટભાઈ મેણીયા,રાયસંગભાઈ લાલજીભાઈ મેણીયા,સંજયભાઈ મનજીભાઈ પાનસણીયા તમામ શખ્સો રહે બુબાવાવ આ શખ્સો ખોખરનેસની સીમમાં તીન પત્તીનો જુગાર રમતા રોકડા ૧૦૦૫૦ સાથે રાણપુર પોલીસના હાથે ઝડપાઈ જતા તેઓની વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હે.કો-એસ.વી.ખેર કરી રહ્યા છે.રાણપુર પોલીસ દ્વારા સતત બીજા દિવસે જુગારીઓ ઉપર રેડ કરતા જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે

તસવીર-વિપુલ લુહાર






error: Content is protected !!