Main Menu

બોટાદ ભાવનગર લોકસભા સીટના વર્તમાન મહિલા સાંસદ ભારતીબેન શિયાળ સામેં ચૂંટણીપંચ માં ફરિયાદ, સ્થાનિક રાજકારણ ભારે ચર્ચા

બોટાદ ભાવનગર લોકસભા સીટના વર્તમાન મહિલા સાંસદ ભારતીબેન શિયાળ સામેં ચૂંટણીપંચ માં ફરિયાદ, સ્થાનિક રાજકારણ ભારે ચર્ચા

ગઈકાલે પોતાની લોક પ્રસિદ્ધિ માટેની અખબારોમાં જાહેર આપી હતી, બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા આચાર સહીતાના ભંગ બદલ ચૂંટણીપંચને કરી ફરિયાદ, કાર્યવાહી કરવાની માંગ કરી

બોટાદ ભાવનગર વિસ્તારના મહિલા સાંસદ ભારતીબેન શિયાળ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે સમગ્ર રાજ્યભરમાં આગામી તા. ૨૩ એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાશે. ગુજરાતમાં કુલ ૨૬ લોકસભાની સીટ છે અને તમામ સીટ પર એક જ દિવસે મતદાન થશે. ગત રવિવારે ચૂંટણી જાહેર થતા આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આગામી તા. ૨૮ માર્ચથી ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે અને આગામી તા. ૦૪ એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર સ્વિકારવામાં આવશે. આગામી તા. ૦૫ એપ્રિલે ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતીમ તા. 08 એપ્રિલ છે સમગ્ર ભારતમાં સાત તબક્કામાં મતદાન થવાનુ છે, જેમાં ભાવનગર સહિત ગુજરાતમાં આગામી તા. ૨૩ એપ્રિલે મતદાન યોજાશે. લોકસભાની તમામ સીટ પર મતદાન થઈ ગયા બાદ આગામી તા. ૨૩ મેએ મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા આગામી તા. ૨૭ મેએ પૂર્ણ થશે ત્યારે બન્ને પક્ષો દ્વારા લોકસભા ચૂંટણી ઉમેદવારો માટેની પસંદગી પણ થઈ ચૂકી છે માત્ર ઔપચારિક જાહેર બાકી છે ત્યારે બોટાદ ભાવનગર વિસ્તારમાં હીરાભાઈ સોલંકી પ્રબળ દાવેદાર મનાઈ છે ત્યારે આજે વર્તમાન મહિલા સાંસદ ભારતીબેન શિયાળ સામે ચૂંટણીપંચમાં ફરિયાદ થવા પામી છે ગઈકાલે પોતાની લોકપ્રસિદ્ધિ માટે સ્થાનિક અખબારોમાં જાહેરાતો રજૂ કરી હતી જે આચારસહિતાનો ભંગ થયું હોવાની કોંગ્રેસનું કહેવું છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેર દ્વારા ચૂંટણી પંચને રજુઆત કરી અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે






error: Content is protected !!