Main Menu

ધોરાજીમાં ખોડલધામ યુવા સમિતિ દ્વારા રક્તદાન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

ધોરાજીમાં ખોડલધામ યુવા સમિતિ દ્વારા રક્તદાન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
ધોરાજીમાં જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલ આતંકી હુમલામાં આપણા ૪૪ જેટલા જવાનો એ પ્રાણનોછાવર‌ કરનાર દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ મહારક્તદાન અને બાદમાં ખોડલધામ કાગવડના પ્રણેતા જેમણે કાગવડમાં અકલ્પનીય મંદિર બાંધી સમાજને એક તાતણે બાંધનારા ખોડલધામના
ચેરમેન નરેશભાઈ પટેલની રક્તદાન બાદ ભવ્ય રક્તતુલા નો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સમાજના અગ્રણીઓ ધોરાજી ખોડલધામ સમિતિ, ખોડલધામ યુવા સમિતિ તેમજ ખોડલધામ મહિલા સમિતિના લોકો હાજર રહ્યા હતા. આ તકે જયેશભાઈ રાદડિયા સહિતના હાજર રહ્યા હતા. આ તકે ધોરાજી શહેર અને તાલુકાના યુવાનોએ આ મહારક્તદાનમાં રક્તદાન કરી વીર જવાનોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ તકે આ કાર્યક્રમમાં આવેલ હજારો લોકોએ બે મિનીટ મૌન પાડી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ રક્તદાન કેમ્પમાં ૫૦૦ થી વધારે ભાઈઓ તથા બહેનોએ રક્તદાન કર્યું હતું અને નરેશભાઈ પટેલની રક્તતુલા થી વધારે રક્તદાન થયું હતું. આ લોહીથી કોઈની જિંદગી બચશે એમ નરેશભાઈ પટેલે જણાવ્યું હતું. આ તકે મહિલાઓએ પણ બહોળી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. અને મહિલાઓને રક્તદાન બાદ સન્માનિત કર્યા હતા. આ તકે ખોડલધામના પ્રણેતાએ રક્તદાન અને શ્રદ્ધાંજલિ કાર્ય યોજવા બદલ ધોરાજી યુવા ખોડલધામના યુવાનોની સેવાઓને બિરદાવી હતી અને ખોડલધામ યુવા સમિતિ દ્વારા રક્તતુલા અને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
(અહેવાલ રશમીન ગાંધી, મતીનબાપુ સૈયદ)





error: Content is protected !!