Main Menu

બોટાદ જીલ્લા પોલીસ દ્વારા બરવાળા પો.સ્ટે. વિસ્તાર માં સઘન પ્રોહી ચેકીંગ કરવામાં આવ્યું

બોટાદ જીલ્લા પોલીસ દ્વારા બરવાળા પો.સ્ટે. વિસ્તાર માં સઘન પ્રોહી ચેકીંગ કરવામાં આવ્યું
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર ભાવનગર વિભાગ નાઓની સુચનાથી બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા નાઓના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રોહીબીશન એક્ટની કડક અમલવારી સારૂ પ્રોહી ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ જેમાં આજરોજ બોટાદ પરેડ ગ્રાઉન્ડ ખાતે પી.ટી. પરેડમાં અલગ અલગ પો.સ્ટે. માંથી પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ આવેલ અને પી.ટી. પરેડ પુર્ણ થયા બાદ એલ.સી.બી.પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી રાણપુર પો.સ.ઇ.શ્રી એ.પી.સલૈયા તથા બોટાદ પો.સ્ટે. પો.સ.ઇ.શ્રી ડી.વી.ડાંગર તથા બરવાળા પો.સ્ટે. પો.સ.ઇ.શ્રી આર.કે.પ્રજાપતિ નાઓએ અલગ અલગ ટીમો બનાવી બરવાળા પો.સ્ટે. વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રેડો કરવામાં આવેલ

જેમાં (૧) બિંદીયાબેન વા/ઓ ભુપતભાઇ દે.પુ. રહે.બરવાળા (૨) ભાવેશભાઇ ભીખાભાઇ પરમાર રહે.બરવાળા તથા (૩) વનરાજભાઇ રાજુભાઇ દે.પુ. રહે.ચોકડી તા.બરવાળા જી.બોટાદ વાળા ને ત્યાંથી દેશીદારૂ મળી આવતા તેઓના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે અને બરવાળા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને કુલ ૩૫ લીટર દેશી દારૂ કબ્જે કરવામાં આવેલ છે તથા ૨૦૦ લીટર વોશ નો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે.






error: Content is protected !!