Main Menu

બોટાદ એલ.સી.બી. દ્વારા ઢસા પો.સ્ટે.ના ચોસલા લીંબાળા ગામની સીમમાં આવેલ કાળુભાર નદીના પટમાંથી ખનીજ ચોરી કરતા ૧૧ ઇસમોને કુલ મુદામાલ કી.રૂ.૪૨,૨૦,૦૦૦/- સાથે ઝડપી પાડવામાં આવ્યા

 

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા નાઓ દ્વારા ખનીજ ચોરીની પ્રવૃતીને નેસ્‍ત નાબુદ કરવાની સુચના આપેલ, જે અનુસંધાને બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી એચ.આર.ગોસ્વામી તથા એલ.સી.બી. ના હે.કો. રામદેવસિંહ, હે.કો. વનરાજભાઇ, પો.કો. જયપાલસિંહ તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. નાગજીભાઇ તથા પો.કો. ભગીરથભાઇ તથા પો.કો. હસુભાઇ વિગેરે સ્ટાફના માણસો ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે ચોસલા લીંબાળા ગામની સીમમાં આવેલ કાળુભાર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા (૧) ગંભીરભાઇ મોતીભાઇ ચૌહાણ જાતે.રજપુત ઉવ.૩૯ રહે.રાજપીપળા તા.ગઢડા જી.બોટાદ (૨) ભગવાનભાઇ કુંડીબાર વાઘમારે ઉવ.૪૨ રહે.ઢસા ઉવ.૩૯ રહે.ઢસા તા.ગઢડા જી.બોટાદ (૩) બ્રિજરાજસિંહ પ્રવિણસિંહ ગોહીલ જાતે.ગરાસીયા દરબાર ઉવ.૨૩ રહે.ગઢાળી તા.ગઢડા જી.બોટાદ (૪) નવઘણભાઇ ઝાલાભાઇ જોગરાણા રહે.ઢાંકણીયા તા.જી.બોટાદ (૫) પરશોતમભાઇ ભીમાભાઇ સતવારા ઉવ.૩૧ રહે.ભાટીયા તા.કલ્યાણપુર જી.જામનગર (૬) વલ્લભભાઇ સુરાભાઇ અંબાળીયા જાતે.કોળી પટેલ ઉવ.૫૦ રહે.ગઢાળી તા.ગઢડા જી.બોટાદ (૭) રાજુભાઇ ભીખાભાઇ બારડ જાતે.કોળી પટેલ ઉવ.૨૭ રહે.સાંજણાવદર તા.ગઢડા જી.બોટાદ (૮) મનિષભાઇ મધુભાઇ અધગામા જાતે.કોળી પટેલ રહે.અનીડા તા.ગઢડા જી.બોટાદ (૯) જનકભાઇ કેશુભાઇ સિંધવ જાતે.રજપુત ઉવ.૨૪ રહે.અનીડા તા.ગઢડા જી.બોટાદ (૧૦) અરવિંદભાઇ બાબુભાઇ વણોદીયા જાતે.દેપુ ઉવ.૩૫ રહે.માલપરા તા.ગઢડા જી.બોટાદ (૧૧) રાકેશભાઇ બાબુભાઇ વણોદીયા જાતે.દેપુ ઉવ.૩૦ રહે.માલપરા તા.ગઢડા જી.બોટાદનાઓને સ્થળ ઉપરથી લોડર વાહન નંગ-૦૧ કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા ટ્રેકટર ટ્રેલર નંગ-૦૩ કી.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા મો.સા. નંગ-૦૨ કી.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૪૨,૨૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડવામાં આવેલ તેમજ રણછોડભાઇ હાદાભાઇ સાનીયા રહે.સાંજણાવદર નાસી જઇ ઉપરોકત તમામ વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ કબ્જે કરી ઢસા પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસર કાર્યવાહી કરેલ છે.






error: Content is protected !!