Main Menu

બોટાદ જીલ્લામાં જોટીગડા પ્રાથમિક શાળામાં “તમાકુ મુકત શાળા”બને તે માટે કાર્યક્રમનું આયૉજન કરવામાં આવ્યુ

બોટાદ જીલ્લામાં જોટીગડા પ્રાથમિક શાળામાં “તમાકુ મુકત શાળા”બને તે માટે કાર્યક્રમનું આયૉજન કરવામાં આવ્યુ

.જે બાબતની વિગત આપના દૈનીક વર્તમાન પત્રમાં વિના મૂલ્યે પ્રસિધ્દ કરવા બાબત.

શાળા તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.ઓ.માઢક અને ઇ.એમ.ઓ.ડૉ. ચૌહાણના માર્ગદર્શનથી આજરોજ તા ૧/૧/૨૦૧૯ ના રોજ બોટાદ જીલ્લામાં જોટીગડા ગામે પ્રાથમિક શાળામાં “તમાકુ મુકત શાળા” બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી.
જેમા બાળકો સાથે તમાકુ વિશેની સપ્તધરા થી સ્વાસ્થ્ય અંતર્ગત ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી ફતેપરા કિશોરભાઈ,ઝાલા અજીતસિંહ,પરમાર બિપીનભાઇ,ઘનશ્યામભાઈ પરમાર,મહેશભાઈ ગાબુ તેમજ સમગ્ર શાળા સ્ટાફ દ્રારા કામગીરી કરવામાં આવેલ હતી.આ અંગેની વિગત આપના સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવા વિનંતી છે.