Main Menu

ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા સમૂહ ભોજનનો કાર્યક્રમ

ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા સમૂહ ભોજનનો કાર્યક્રમ

બાળકોમાં એકતા, સંપ, સહકાર અને સમૂહ ભાવના જેવા સદગુણોનો વિકાસ થાય તે માટે સમૂહ ભોજનનો ખૂબજ મહીમાં રહેલો છે. આ હેતુસર ગઢડા (સ્વા.) તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળામાં તા. 19-12-2018 ના રોજ શાળાના શિક્ષકો દ્વારા શ્રી રામપરા પ્રાથમિક શાળાના 529 જેટલા બાળકો સાથે સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકોને મનગમતી વાનગી પસંદ કરી બટાકા – ભુંગળાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભેગા મળી જાતે રસોઈ બનાવી સમૂહ ભોજનનો આનંદ લીધો હતો
આ પ્રસંગે બાળકો સાથે સી. આર. સી. શ્રી વિનોદભાઈ કોરડીયા, ચંદુભાઇ ગોહિલ, હંસરામભાઈ સાધુ, અશ્વિનભાઈ બારૈયા, વિનોદભાઈ મકવાણા, વિનુભાઈ તાવિયા, ગોપાલભાઈ મકવાણા, અંજનાબેન સોલંકી અને સોનલબેન ગોબલિયાએ બાળકો સાથે સમૂહ ભોજનનો આનંદ લીધો હતો.






error: Content is protected !!