Main Menu

મારામારીના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી ગઢડા પોલીસ ટીમ

મારામારીના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી ગઢડા પોલીસ ટીમમ્હે.ડી.જી.પી.સાહેબશ્રી ગાંધીનગર તરફથી તેમજ મ્હે.આઇ.જી.પી. સાહેબશ્રી ભાવનગર નાઓ તરફતી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અંતર્ગત બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજદિપસિંહ એન. નકુમ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.એમ.સોલંકી સાહેબની સુચનાથી ગઢડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.વી.ડાંગર સાહેબ તથા હેડ.કોન્સ. બળભદ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ. હરપાલસિંહ ગોહિલ વિગેરે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે સતત પ્રયત્નો કરતા હોય તે દરમ્યાન બાતમીઆધારે ગઢડા પો.સ્ટે.ના ફસ્ટ ગુ.ર.નં.૧૧૯/૨૦૧૦ ઇપીકો ક.૩૨૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હરજી ઉર્ફે હરદાસ ફેદરાભાઇ નાયકા રહે.મંગલાવટ તા.કવાંટ જી.વડોદરા વાળાને ગઢડા પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આમ, ગઢડા પોલીસે છેલ્લા આઠ વર્ષથી મારામારીના ગુન્હામાં નાસતા-ફરતા બે આરોપીઓને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.






error: Content is protected !!