Main Menu

વિરમગામ,માંડલ,દેત્રોજ-રામપુરા(ભંકોડા) ના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા પત્રકાર ની સ્નેહ મિલન- બેઠક યોજાઇ

વિરમગામ,માંડલ,દેત્રોજ-રામપુરા(ભંકોડા) ના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા પત્રકાર ની સ્નેહ મિલન- બેઠક યોજાઇ 

વિરમગામ ખાતે વિરમગામ,માંડલ,દેત્રોજ રામપુરા ના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા પત્રકાર ની બેઠક યોજાઇ હતી. જેમા તાજેતરમાં વિરમગામ પત્રકાર સંઘના પ્રમુખ અને પીઢ પત્રકાર કીરીટકુમાર એલ. વ્યાસ ગુજરાત પત્રકાર સંઘ(અમદાવાદ)ના  ઉપ-પ્રમુખ  તરીકે ફરીવાર નિયુક્ત થયા તેમજ નવનિયુક્ત રાજેન્દ્રભાઈ પંડ્યાને ગુજરાત પત્રકાર સંઘ કમિટી મેમ્બર પદ પર નીમણૂંક કરાઇ છે જે ઉપરાંત બેઠક બાદ પત્રકારો  સન્માન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વરીષ્ઠ પત્રકાર કિરીટકુમાર એલ. વ્યાસ,નવીનચંદ્ર મહેતા(ઉપપ્રમુખ-અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ) , નટુભાઈ ભટ્ટ, રાજેન્દ્રભાઇ પંડ્યા, રાજુભાઇ પંચાલ, અશોકભાઇ શર્મા-રાજુભાઇ શર્મા, સુરેશભાઈ ચંડી, કૌશિકભાઈ ગાંઘી,

પીયૂષ એન.ગજ્જર (પ્રમુખ-અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ), નિલકંઠભાઈ વાસુકીયા, આશુતોષભાઇ મહેતા, સરફરાઝ પટેલ, ગોવિંદભાઇ પનારા ,રણજીતભાઇ જાદવ, જયદિપભાઇ પાઠક, મુન્નાભાઈ વોરા હાજર રહ્યા હતા. પત્રકારો દ્વારા વિવિધ મુદ્દે  વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા