Main Menu

બોટાદ એલ.સી.બી. દ્વારા બોટાદ જીલ્લા સહિત અન્ય જીલ્લાઓમાં ઘરફોડ ચોરીઓ કરતી “મારવાડી છારા” ગેંગના ચોરીનાં મુદામાલ સાથે નાની મોટી એક સો કરતા વધારે ચોરીઓનો ભેદ ઉકેલી ૦૬ આરોપીઓને કુલ કી.રૂ.૧,૫૭,૧૯૫/- ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા

                                 પોલીસ મહાનિરીક્ષક શ્રી નરસિમ્હા કોમાર ભાવનગર વિભાગ, ભાવનગરનાઓએ બોટાદ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વિભાગીય પોલીસ અધિકારી શ્રી રાજદિપસિંહ નકુમ નાઓની સુચના મુજબ બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ.શ્રી એચ.આર.ગોસ્વામી તથા એલ.સી.બી. ટીમ દ્વારા રાણપુર રેલ્વે સ્ટેશન પાસેથી ચોકકસ બાતમી આધારે ચોરીઓ કરતી ગેંગના સક્રિય કુલ-૦૬ આરોપીઓને ચોરીઓમાં ગયેલ સોના ચાંદીના ઘરેણા, રોકડ, લેપટોપ, મોબાઇલ ફોન, પાણીની મોટર, બ્લોઅર સહિતનો મુદ્દામાલ રીકવર કરી બોટાદ જીલ્લામાંથી તેમજ કચ્છ-ભુજ તથા જામનગર તથા નડીયાદ તથા આણંદ તથા મોરબી તથા રાજકોટ સીટી તથા રાજકોટ ગ્રામ્ય તથા સુરેન્દ્રનગર જીલ્લાઓમાં થયેલ નાની મોટી એક સો કરતાં વધારે ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

*પકડાયેલ આરોપીઓનાં નામ સરનામાં:-*
(૧) વનરાજભાઇ ઉર્ફે રીતીક શામજીભાઇ રાઠોડ જાતે-મારવાડી ઉવ.૨૦ રહે.રાણપુર ગીરનારી આશ્રમ પાસે ખોડીયારનગર (છારાનગર) તા.રાણપુર જી.બોટાદ
(૨) આશીકભાઇ રાકેશભાઇ રાઠોડ જાતે-મારવાડી ઉવ.૧૯ રહે.રાણપુર ગીરનારી આશ્રમ પાસે ખોડીયારનગર (છારાનગર) તા.રાણપુર જી.બોટાદ
(૩) વજેસિંહ રાજેસિંહ ચૌહાણ જાતે-મારવાડી ઉવ.૨૫ રહે.રાણપુર ગીરનારી આશ્રમ પાસે ખોડીયારનગર (છારાનગર) તા.રાણપુર જી.બોટાદ
(૪) બરમાભાઇ રમેશભાઇ રાઠોડ જાતે-મારવાડી ઉવ.૨૨ રહે.રાણપુર ગીરનારી આશ્રમ પાસે ખોડીયારનગર (છારાનગર) તા.રાણપુર જી.બોટાદ
(૫) અશ્વિનભાઇ શામજીભાઇ રાઠોડ જાતે-મારવાડી ઉવ.૨૨ રહે.રાણપુર ગીરનારી આશ્રમ પાસે ખોડીયારનગર (છારાનગર) તા.રાણપુર જી.બોટાદ
(૬) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર રહે.રાણપુર ગીરનારી આશ્રમ પાસે ખોડીયારનગર (છારાનગર) તા.રાણપુર જી.બોટાદ

*ગુન્હો કરવાની રીત (એમ.ઓ):-*
> આ કામના આરોપીઓ દિવસની ઘરફોડ કરે છે.
આ કામના આરોપીઓ મજુર વર્ગના માણસોના ઘર ટાર્ગેટ કરે છે.
> મજુરો કામ ઉપર જાય ત્યારે તેઓના ઝુંપડામા ચોરી કરે છે.
> જ્યા ચોરી કરવાની હોય ત્યા અગાઉ ઝુંપડા બાંધીને રહે છે.
ચોરી થયા બાદ ત્યાંથી ૧૦-૧૫ કી.મી દુર જતા રહે છે.
> શહેરી વિસ્તારમા બપોરના સમયે બંધ મકાનમાં દિવાલ કુદી અંદર પ્રવેશ કરી તાળા તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના લઇ જઇ તે સ્થળ છોડી દે છે.
> આ કામના આરોપીઓ ખાસ કરીને વાડી વિસ્તારમા રહેતા મકાનને ટાર્ગેટ કરે છે.
> આ આરોપીઓ પોતાના દંગા એવા વિસ્તારમા નાંખે છે. કે જ્યા આજુબાજુ બીજા મજુરોના દંગા પહેલેથી જ હોય જેના કારણે તેના ઉપર કોઇ ને શક વહેમ ન જાય.
> આ કામના આરોપીઓ હોળીના તહેવાર વતનમા કરે છે. બાદમા ત્યાંથી અલગ અલગ ગ્રુપમા જુદા જુદા જીલ્લાઓમાં ચોરી કરવા સારુ નીકળી જાય છે.
> આ કામના આરોપીઓ ખાસ કરીને કચ્છ/ભુજ – જામનગર- મોરબી જીલ્લામાં વધુ રોકાયેલ છે.

*આરોપીઓ પાસેથી મળી આવેલ મુદામાલ :-*

(૧) સોનાનો ચેન તથા ઓમ કી.રૂ. ૧૮,૬૦૦/-
(૨) સોનાની સેરનુ કી.રૂ. ૬૬૨૦/-
(૩) સોનાના મોતી બુટ્ટી તથા વીંટી કી.રૂ.૯૭૦૦/-
(૪) સોનાની વીંટી કી.રૂ.૨૭૨૦/-
(૫) સોનાનો ઓમ તથા પાંદડા કી.રૂ.૧૧૬૫૦/-
(૬) સોનાની કાનની કડી જોડ – ૦૧ કી.રૂ.૩૮૦૦/-
(૭) સોનાની વીંટી તથા બુટી કી.રૂ.૮૯૦૦/-
(૮) ચાંદી ના છડા જોડ – ૦૪ કી.રૂ.૬૫૩૦/-
(૯) ચાંદીના છડા મુર્તી સિક્કો કડલા કી.રૂ.૧૩,૦૦૦/-
(૧૦) ચાંદીના ઝુડો તથા ત્રણ સિક્કાઓ કી.રૂ.૧૩૦૦/-
(૧૧) ચાંદીના છડા જોડ સિક્કા નંગ ૩ કી.રૂ. ૬૫૦૦
(૧૨) ચાંદીના છડા જોડ – ૦૨ તથા લક્કી નંગ – ૦૨ કી.રૂ.૫૧૩૦/-
(૧૩) ચાંદીના છડા જોડ – ૦૨ તથા સિક્કા નંગ – ૦૧ કી.રૂ.૬૧૭૦/-
(૧૪) ચાંદીની વસ્તુ ૨૦ કી.રૂ. ૩૬,૫૭૫/-
(૧૫) રોકડા રૂ.૧૮૦૦/-
(૧૬) મોબાઇલ નંગ ૬ કૂલ કી.રૂ.૭૫૦૦/-
(૧૭) પાણીની મોટર કી.રૂ.૨૨૦૦/-
(૧૮) ડેલ કંપનીનુ લેપટોપ કી.રૂ.૮૦૦૦/-
(૧૯) લીલા રંગનુ બ્લોઅર કી.રૂ.૫૦૦/-
*ઉપરોક્ત વિગતે કુલ કી.રૂ.૧,૫૭,૧૯૫/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.*

*બોટાદ જીલ્લાના તથા બહારના જીલ્લાના ડીટેકટ થયેલ ગુન્હાઓઃ-*
(૧) બોટાદ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૦૩/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭
(૨) રાણપુર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૩૩/૨૦૧૮ ઇ.પી.કો કલમ ૪૫૪,૩૮૦
(૩) રાજકોટ શહેર ગાંધીગ્રામ શહેર ફસ્ટ ગુ.ર.નં.૧૮/૧૮ ઇ.પી.કો કલમ ૩૮૦,૪૫૪
(૪) પડધરી પો.સ્ટે. રાજકોટ ગ્રામ્ય ફર્સ્ટ ગુ.ર.ન.૬૩/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦
(૫) પંચ બી ડીવી. પો.સ્ટે. જામનગર ફર્સ્ટ ગુ.ર.નં.૧૦/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦
(૬) જામનગર સીટી સી ડીવી. પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૪૪/૨૦૧૮ ઇ.પી.કો. ૪૫૭,૩૮૦
(૭) ભુજ બી ડીવી. પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૨૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦
(૮) ભુજ બી ડીવી. પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૨૦/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦
(૯) ભુજ બી ડીવી. પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૨૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦

*અન્ય જીલ્લાઓમાં કરેલ ચોરીઓના શહેર/ગામોનુ લીસ્ટઃ-*
~ કચ્છ જીલ્લાના કચ્છ માધાપર, કચ્છ કેરા ભારાપર , કચ્છ મુન્દ્રા, ભુજ, ભુજ (માધાપર), માંડવી (કોલાપુર), ભુજ (સીટીમા સ્ટેશન બાજુ) , ભુજ (રેલ્વે ફાટક બાજુ), ભુજ (દહીસરા), ભુજ (જરસડી) તથા

~ જામનગર જીલ્લામાં જામનગર મોરકંડા, જામનગર ભાણવડ, ભાણવડની બાજુમા વાડીમાથી, જામ જોધપુર, જામનગર રેલ્વે સ્ટેશન પાસે, જામજોધપુર, કાલાવાડ વાડીમા, લાલપુર, લાલપુર હરીપરસીમ, લાલપુર વાડી, કાલવાડ, ખંભાળીયા રેલ્વે સ્ટેશન સામે, ધ્રોલ નજીક ગામ, જામનગર નજીક ગામ, જામનગર–હડીયાણા, જામનગર–બાનુગામ, જોડીયા, ધ્રોલ–લતીપુર, ધ્રોલ–ભેંદડ ગામ, ધ્રોલ–હરીપુર, ધ્રોલ–લયારા, ધ્રોલ–ફલ્લાગામ, ધ્રોલ-વાંકીયા ગામ, જોડીયા-અડીયાણા ગામની બાજુમાં લીંબુડાગામ, જોડીયા તથા
નડીયાદ જીલ્લામાં તથા

~ આણંદ જીલ્લામાં આણંદ તથા વાસદ(લાઇન ખોદવા વાળા મજુરોની), તથા

~ મોરબી જીલ્લામાં હળવદ, મોરબી(ચરાડા) , માળીયા, ટંકારા (મીતાણા), મોરબી, ટંકારા–ખીજડીયા ગામ, મોરબી–ખાનપર, ટંકારા–હારૈયા, મોરબી–ચરાડા, મોરબી–દુધઇ, આમરોણ–કોયલી, મોરબી–લજાઇ, ટંકારા– ભુંગણા, મોરબી– મીતાણા, ટંકારા–ભુતકોટડા, ટંકારા–હડમતીયા, ટંકારા–ભુનડા, મોરબી–લીલાપુર, મોરબી-ગાળા તથા

~ રાજકોટ સીટીમાં ઘંટેશ્વરગામ તથા

~ રાજકોટ ગ્રામ્યમાં રાજકોટ ન્યારા, પડધરી, પડધરી ની બાજુમા, રાજકોટ તરગડી ગામ, રાજકોટ મોણપર ગામ, રાજકોટ કાગદડી ગામ, રાજકોટ હડપદડ ગામ, પડધરી ની બાજુમાં દહેડા, રાજકોટ ગવળીધર, જસદણ, આટકોટ, રાજકોટ–છતરગામ, પડધરી–એકનામ ગામ, પડધરી–ઝાલા જતપર, ટંકારા–છાવડી, રાજકોટ–જીલરીયા, પડધરી એકનામ ગામની બાજુમાં, પડધરી-જાળીયા, રાજકોટ જી.આઇ.ડી.સી., રાજકોટ–ખીરસરા તથા

~ સુરેન્દ્રનગર જીલ્લાના સુરેંન્દ્રનગર, ધાંગધ્રા, ધાંગધ્રા (દુધઇ વાડી) ગામમાંથી સહિત નાની મોટી કુલ એક સો કરતા વધારે ચોરીઓની કબુલાત ઉપરોકત આરોપીઓએ કરેલ છે.

*ગુન્હાહીત ઇતિહાસઃ-*
વજેસિંહ રાજસિંહ ચૌહાણ જાતે-મારવાડી મોરબી જીલ્લાના ટંકારાની એક ઘરફોડમાં બોટાદ જીલ્લાના રાણપુર પો.સ્ટે.માં પીધેલાના કેસમાં પકડાયેલ છે. બાકીના કોઇપણ આરોપીઓની હકીકત હાલ સુધી મળેલ નથી.

*આમ છેલ્લા ઘણા વર્ષોથી ચોરીના ગુન્હાઓને અંજામ આપી, ચોરી કરવામાં સતત સક્રિય રહેતી મારવાડી છારા ગેંગને પકડી પાડવામાં બોટાદ એલ.સી.બી. ટીમે સફળતા મેળવેલ છે.*

*આ કામગીરીમાં સામેલ અધિકારી/કર્મચારી ની ટીમઃ-*
આ કામગીરી બોટાદ પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ વિભાગીય પોલીસ અધિકારી શ્રી રાજદિપસિંહ નકુમ નાઓની સુચના હેઠળ બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ. શ્રી.એચ.આર.ગોસ્વામી તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ડી.એમ.ત્રિવેદી, હે.કો. ભગવાનભાઇ, હે.કો. લક્ષ્મણદેવસિંહ, હે.કો. પ્રવિણસિંહ, પો.કો. ક્રિપાલસિંહ, પો.કો. બળદેવસિંહ, પો.કો. પુરવભાઇ, ડ્રા.પો.કો. કનકસિંહ, ડ્રા.પો.કો. સુખદેવસિંહ વિ.એ કરેલ છે.

એચ.આર.ગોસ્વામી
પોલીસ ઇન્સપેકટર
એલ.સી.બી. બોટાદ


error: Content is protected !!