Main Menu

બોટાદ જિલ્લામાં પાણી ચોરી અટકાવવા પાણી ચોરી કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરાશે

પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવશ્રીના અધ્યક્ષસ્થાને બોટાદ ખાતે પીવાના પાણીની સ્થિતિ અંગે સમિક્ષા બેઠક યોજાઈ                                  બોટાદ જિલ્લામાં ઓછા વરસાદના કારણે આગામી ઉનાળા દરમિયાન પીવાના પાણીની કોઈ મુશ્કેલી ઉભી ન થાય અને છેવાડાના વિસ્તારો સુધી પીવાનું પાણી યોગ્ય માત્રામાં પહોંચી શકે તે માટેના સુચારૂ આયોજનના ભાગ રૂપે આજે પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવશ્રી જે. પી. ગુપ્તાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમાર અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં જિલ્લાના પાણી પુરવઠા, સીંચાઈ અને વાસ્મો સહિતના અધિકારીશ્રીઓ સાથે પીવાના પાણીની સ્થિતિ અંગે સમિક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને બોટાદ જિલ્લાના લોકોને પીવાના પાણીની કોઈ જ તકલીફ ન પડે અને છેવાડાના વિસ્તારો સુધી પાણી પુરવઠો યોગ્ય માત્રામાં પહોંચાડી શકાય તે માટે કટીબધ્ધ બની આયોજન સાથે કાર્ય હાથ ધરવા અનુરોધ કરતાં અગ્ર સચિવશ્રીએ આગામી ઉનાળાની ઋતુને ધ્યાને લઈ પીવાના પાણીની મુશ્કેલીના નિવારણ માટે જે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છેતે મુજબની કામગીરી તા. ૧૫ મી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.તેમણે પાણી ચોરી ન થાય તે માટે અધિકારીશ્રીઓને પાણી માટેના સ્ત્રોતોની નિયમિત વિઝીટ કરવાચેકીંગ કરીપાણી ચોરીના કિસ્સામાં તાત્કાલીક કાર્યવાહી કરી સબંધિતો સામે કડક કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.અગ્ર સચિવશ્રીએ ગામના તળમાં પાણીની ઉપલબ્ધતા અને બોરની જરૂરીયાતની માંગણીને ધ્યાને લઈ ખરેખર જરૂરીયાતવાળા વિસ્તારોમાં જ બોર મંજૂર કરી તેનું કામ સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતુ. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારે જિલ્લાવાસીઓને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે વહિવટી તંત્ર દ્વારા આયોજનબધ્ધ કામગીરી હાથ ધરવાની ખાત્રી આપી હતી.આ બેઠકમાં બોટાદ જિલ્લાના બોટાદ,ગઢડારાણપુર અને બરવાળા તાલુકામાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી.     






error: Content is protected !!