Main Menu

અપહરણના ગુનામાં છેલ્લા બે મહીનાથી નાસતો ફરતો આરોપી તથા ભોગબનનારને શોધી કાઢતી ગઢડા પોલીસ ટીમ

અપહરણના ગુનામાં છેલ્લા બે મહીનાથી નાસતો ફરતો આરોપી તથા ભોગબનનારને શોધી કાઢતી ગઢડા પોલીસ ટીમ

મ્હે .ડી.જી.પી.સાહેબશ્રી ગાંધીનગર તરફથી તેમજ મ્હે.આઇ.જી.પી. સાહેબશ્રી ભાવનગર નાઓ તરફતી નાસતા ફરતા આરોપી તથા સગીરવયના ગુમ/અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અંતર્ગત બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજદિપસિંહ એન. નકુમ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.સોલંકી સા. તથા પો.સ.ઇ. ડી.વી.ડાંગર સા. તેમજ સ્ટાફના માણસો હેડ કોન્સ. ભગીરથસિંહ ગોહિલ તથા યુવરાજસિંહ ઝાલા તથા જયપાલસિંહ ગોહિલ નાઓ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે તપાસમાં હોય અને પો.કોન્સ. યુવરાજસિંહ તથા જયપાલસિંહને સંયુક્ત બાતમી મળેલ કે, ગઢડા પો.સ્ટે. ફસ્ટ ગુરનં.૫૮/૧૮ ઇપીકો ક.૩૬૩,૩૬૬ વિ. ના કામનો આરોપી દિનેશભાઇ જેરામભાઇ ડાભી રહે.ભડલી તા.વીછીંયા વાળો તથા સગીરવયની ભોગબનનાર સુરત ખાતે છે જેથી તેઓને સુત ખાતેથી શોધી કાઢી ભોગબનનારને તેના માતા પિતાને સોંપી તેમજ આરોપી દિનેશભાઇ જેરામભાઇ ડાભી રહે.ભડલી તા.વીછીંયા વાળાને ધોરણસરની કાર્યવાહી કરી અટક કરેલ છે.