Main Menu

ગોવાઃ કોંગ્રેસના હાથમાંથી Go Goa, પારિકરે હાંસલ કર્યો વિશ્વાસમત

 

પણજીઃ ગોવાની મનોહર પારિકર સરકારે ગુરુવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ  કર્યો હતો. પૂર્વ ડિફેન્સ મિનિસ્ટર પાસે 22 ધારાસભ્યોનો ટેકો હોવાથી ફ્લોર ટેસ્ટ પાસ કરવામાં મુશ્કેલી પડી નહોતી. 40 ધારાસભ્યોવાળી વિધાનસભામાં બહુમતનો આંકડો 21 છે.  વિશ્વાસ મત દરમિયાન ભાજપ અને પારિકરના પક્ષમાં 22 મત પડ્યા હતા. બીજી બાજુ બીજેપીની સહયોગી શિવસેનાએ ટોણો મારતા કહ્યું કે આ ડેમોક્રેસીનું મર્ડર છે.

 

દિગ્વિજયના દાવાનો પર્દાફાશઃ પારિકર

 

વિશ્વાસ મત જીત્યા બાદ મનોહર પારિકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અમે શરૂઆતમાં જ કહ્યું હતું કે23 ધારાસભ્યો અમારી સાથે છે, હમણાં જ 22 સભ્યોએ પક્ષમાં વોટ કર્યો છે. સ્પીકર પણ અમારી બાજુ છે, પરંતુ તો વોટ ન કરી શકે. કોંગ્રેસ પાસે શરૂઆતથી જ ધારાસભ્યોનું સમર્થન નહોતું. અમને સ્વેચ્છાએ વોટ આપવામાં આવ્યા છે. બહુમત સાબિત થઈ જવાથી દિગ્વિજય સિંહના દાવાનો પર્દાફાશ થઈ ગયો છે. દરેક લોકો અહીં સ્વેચ્છાએ આવ્યા હતા કોઈને હોટલના રૂમમાં નહોતા રાખવામાં આવ્યા.

 

22 ધારાસભ્યોનું મળ્યું સમર્થન

 

ગોવા વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન ભાજપ અને પારિકરના સમર્થનમાં 22 MLAએ મત આપ્યો હતો. જ્યારે 16 વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. જયારે વિશ્વજીત રાણેએ ગૃહમાંથી વોક આઉટ કર્યો હતો.

 

ગોવા કોંગ્રેસમાં ધમાસાણ

 

ગોવામાં સૌથી મોટી પાર્ટી હોવા છતાં કોંગ્રેસ સરકાર ન બનાવી શકી તે અંગે પક્ષમાં ધમાસાણ મચી ગયું છે. પૂર્વ મુખ્યમંત્રી પ્રતાપસિંહ રાણેના દીકરા વિશ્વજીત રાણેએ કોંગ્રેસ વિધાયક દળના નેતાની પસંદગીમાં થયેલા વિલંબ પર સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે પાર્ટીથી જે પ્રભારી ગોવા આવ્યા હતા તેમને પાર્ટીમાં ચાલતા આંતરીક વિવાદની ખબર હોવી જોઈએ. આ કારણે વિશ્વજીતે પાર્ટી ઉપાધ્યક્ષને મળવાનો સમય માંગ્યો છે. પ્રભારીનો વાતનો ઉલ્લેખ કરીને તેમણે દિગ્વિજય સિંહને નિશાન બનાવ્યા હતા. કારણકે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય પર ગોવામાં ચૂંટણીની જવાબદારી હતી.

 

સુપ્રીમે કર્યો હતો ઓર્ડર

 

નરેન્દ્ર મોદીએ 2014માં પારિકરને ગોવાથી દિલ્હી બોલાવ્યા અને ડિફનેસ મિનિસ્ટર બનાવ્યા, પરંતુ તાજેતરના વિધાનસભા ચૂંટણીમાં બીજેપીનું ગોવામાં પ્રદર્શન સારું ન રહ્યું. તેને 13 સીટો મળી હોવા છતાં અન્ય પક્ષોના સપોર્ટથી સરકાર બનાવી.
-કોંગ્રેસ રાજ્યપાલને મેજોરિટીનો લેટર પણ ન આપી શકી. પરિણામે ગવર્નરે બીજેપીને સરકાર બનાવવીની ઓફર કરી. કોંગ્રેસ તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટ ગઈ પરંતુ ત્યાંથી પણ રાહત ન મળી.  પરંતુ સુપ્રીમે સરકારને બે દિવસમાં બહુમત સાબિત કરવાનો ઓર્ડર કર્યો.

 

શિવસેનાએ બીજેપીને મોર્યો ટોણો

 

– મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં ભાજપની સહયોગી શિવેસનાએ ગોવાની ઘટના પર બીજેપીને ટોણો મારતાં કહ્યું, ગોવામાં જે કંઈ થયું તે લોકતંત્રની હત્યા છે.
– શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં કહ્યું, કોંગ્રેસ ગોવામાં સરકાર ન બનાવી શકી તેનો અર્થ એવો નથી કે બીજેપીએ ત્યાં જે કર્યું તે યોગ્ય છે. ગોવામાં આજે ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી નક્કી થઈ જશે પરંતુ જે કંઈ થયું છે તે લોકતંત્રની હત્યા છે.

Source: royal express


error: Content is protected !!