Main Menu

IND Vs AUS: સ્મિથના 117* રન, પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 4/299 રન

 

રાંચી:ભારત વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે 4 વિકેટે 299 રન બનાવી લીધા છે. સ્ટીવ સ્મિથ (117) અને ગ્લેન મેક્સવેલ (82) રને અણનમ રહ્યાં હતા. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 159* રનની ભાગીદારી થઇ હતી. ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 2 વિકેટ જ્યારે અશ્વિન અને જાડેજાને 1-1 સફળતા મળી હતી.

 

સ્મિથે ફટકારી કારકિર્દીની 19મી સદી

 

– સ્ટીવ સ્મિથે ભારત સામેની સિરીઝમાં બીજી સદી ફટકારી હતી.
– સ્મિથની આ સાથે ટેસ્ટ કારકિર્દીમાં 19 સદી થઇ ગઇ છે.
– સ્મિથે ગ્લેન મેક્સવેલ સાથે મળી પાંચમી વિકેટ માટે 159* રનની ભાગીદારી કરી હતી.
– ગ્લેન મેક્સવેલે પણ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમતા 82* રન બનાવ્યા હતા.

 

વિરાટ કોહલી ઇજાગ્રસ્ત

 

– બાઉન્ડ્રી રોકવાના ચક્કરમાં વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થયો હતો.
– રવિન્દ્ર જાડેજાની ઓવરમાં  હેન્ડ્સકોમ્બે એક શોટ ફટકાર્યો હતો જેને રોકવાના ચક્કરમાં વિરાટના ખભા પર ઇજા થઇ હતી.જેને કારણે તે પેવેલિયન પરત ફર્યો હતો.
–  વિરાટની જગ્યાએ અજિંક્ય રહાણેએ ટીમની કમાન સંભાળી હતી.
–  વિરાટના સ્થાને અભિનવ મુકુંદ ફિલ્ડિંગ કરવા આવ્યો હતો.

 

ઓસ્ટ્રેલિયાની આ રીતે પડી વિકેટ

 

– ઓસ્ટ્રેલિયાને પ્રથમ ફટકો ઇનફોર્મ ડેવિડ વોર્નરના રૂપમાં લાગ્યો હતો.
– વોર્નર 19 રને જાડેજાની ઓવરમાં તેને જ કેચ આપી બેઠો હતો.
– ત્યારબાદ મેટ રેન શો 44 રને ઉમેશ યાદવની ઓવરમાં સ્લિપમાં વિરાટ કોહલીને કેચ આપી બેઠો હતો.
– પીટર હેન્ડ્સકોમ્બ 19 રને ઉમેશ યાદવની ઓવરમાં એલબી આઉટ થયો હતો

 

ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ

 

–  ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
– બન્ને ટીમ 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-1ની બરાબરી પર છે.
– ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઇજાગ્રસ્ત મિશેલ માર્શ તેમજ મિશેલ સ્ટાર્કની જગ્યાએ ગ્લેન મેક્સવેલ તેમજ કમિન્સનો સમાવેશ કરાયો છે
– જ્યારે ભારતીય ટીમમાં અભિવન મુકુંદની જગ્યાએ મુરલી વિજયનો સમાવેશ કરાયો છે.

Source: royal express


error: Content is protected !!