Main Menu

લીંબડી ખાતે નીકળી ભગવાન કૃષ્ણ જન્માષ્ટમી ની નગર શોભાયાત્રા

 

 

 

                                    સૌરાષ્ટ્ર એટલે કૃષ્ણ ની ધરતી, સાક્ષાત ઈશ્વર ના પગલા આ ધરતી પર પડિયા છે કૃષ્ણ ના પરિશ્રમ થી આ ભોમકા પાવન થઈ છે કૃષ્ણ હજી સૌરાષ્ટ્ર ની સંસ્ક્રુતીમાં જીવંત છે. અહી ની દરેક ચીજ સાથે કૃષ્ણ ની કર્મભૂમિ છે. અહી નાં કણ કણ માં કૃષ્ણ વશે છે. સૌરાષ્ટ્ર ના લોકો માટે કૃષ્ણ પોતાના છે. સ્વજન જેવા છે. અહી લોકો કૃષ્ણ ને તુકારો કરીને બોલાવી શકે છે કૃષ્ણ ને ખીજાઈ શકે, પ્રેમથી, મારા વ્હાલાને વઢીને કહેજો એવું ભજન સૌરાષ્ટ્ર માં જ સાંભળવા મળે છે કૃષ્ણ નો જન્મ અહી ઘરે ઘરે ઉજવાય છે જન્માસ્ટમીનું આખું અઠવાડિયું સૌરાષ્ટ્ર માં કૃષ્ણમય બની જાય અને ગોકુળ બની જાય, વ્રજ બની જાય, નંદગાવ બની જાય જ્યારે યશોદાના લાલ અને ભગવાન વિષ્ણુના આઠમા અવતરણ માનવામાં આવતા શ્રી કૃષ્ણનો આજે જન્મદિવસ છે. દર વર્ષની જેમ આ વખતે પણ, સમગ્ર દેશમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીને મહાન ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.આ વખતે આ તહેવાર બે દિવસ માટે ઉજવવામાં આવી રહ્યો છે. દેશના કેટલાક ભાગો ગઇકાલે ઉજવાય છે, કેટલાક આજે ઉજવણી કરવામાં આવે છે. 

  • આજ રોજ લીંબડી શહેર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ લીંબડી દ્વારા આયોજિત ૩૪ ની જન્માષ્ટમી નગર શોભાયાત્રા હાથી ઘોડા પાલખી જય કનેયા લાલ કી ના નારા સાથે નીકળી હતી અને લીંબડી શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરેલ અને આ શોભાયાત્રામાં અખાડા ના કાર્યકરો એ મોટી સંખિયામાં ભાગ લીધો હતો. આ શોભાયાત્રા માં આખાડા ના સમગ્ર કાર્યકરો એ પોતાનું રમત નું કૌતાવ્ય બતાવેલ હતું અને લીંબડી આ શોભાયાત્રાને જોવાનો લ્હાવો છે ત્યારે લીંબડી શહેર ની જનતા એ કૃષ્ણ ભગવાનના દર્શન કરી અને પ્રસાદ લીધેલ.
    જ્યારે પહેલીવાર દલિત સમાજ દ્વારા સર્વગુણ સમાધિ સ્થાન ઝાંઝરકા ની જગ્યા નું ટેક્ટર માં શણગાર કરીને શોભાયાત્રામાં ભાગ લીધેલ હતો આ પ્રસંગે લીંબડી મોટા મંદિર ના મહંત લાલદાસબાપુ, કબીર આશ્રમ ના મહંત ચરણદાસબાપુ, લીંબડી સ્વામીનારાયણ મંદિર ના કોઠારી સ્વામી, અને ગુજરાત હાથશાળ નિગમ ના ચેરમેન શંકરભાઈ દલવાડી, ઝાંઝરકા જગ્યા ના મહંત શ્રી શંભુપ્રસાદ ટૂંડિયા ના પી. એ. ગીરીશભાઈ, સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ ના મહામંત્રી જગદીશભાઈ દલવાડી, લીંબડી શહેર ભાજપ પ્રમુખ દલસુખભાઈ દલવાડી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી બકુલભાઈ ખાખી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ધર્માચાર્ય કનુભાઈ દવે, સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ પ્રમુખ કિશોરસિંહ રાણા, સુરેન્દ્રનગર જીલ્લા ના મંત્રી મનહરભાઈ ચાવડા, નવીનભાઈ ભરવાડ, યોગેન્દ્રસિંહ રાઠોડ, ભાવેશભાઈ પટેલ, હરજીભાઈ ખાદલા, અંકીતભાઈ, પ્રતિકભાઈ શેઠ, હિમાંશુભાઈ ખાખી, તેમજ આખાડા ના કાર્યકરો હાજર રહીયા હતા,

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી


error: Content is protected !!