Main Menu

રોજમદાર કર્મચારીઓ દ્વારા સમાનકામ સમાન વેતનની માંગ સાથે હડતાલ પર

ભાવનગર શહેર જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૧ માસ કરાર આધારિત કામ કરતા રોજમદારો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સમાનકામ સમાન પગાર સમાન નોકરીની સુરક્ષા માંગ સાથે જ્યા સુધી માંગ સંતોષવામાં ન આવે ત્યા સુધી કામ કાજથી અળગા રહી હડતાલનું રણશીંગુ ફુક્યુ છે.
રાજ્યના તમામ જિલ્લા સાથો સાથ ભાવનગર જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તળે આવતા ૧૦ તાલુકામાં ૧૧ મહિનાના કરાર આધારે કામ કરતા કર્મીઓ દ્વારા રાજ્ય સરાકરને ગત તા.૧૦-૨-૧૭ના રોજ આવેદન પત્ર પાઠવી સમાન કામ સમાન વેતન સાથે એક  સમાન નોકરીની સુરક્ષાની માંગ કરી છે. રોજમદારોની એવા પ્રકારની માંગ કરી છે કે કાયમી કર્મીઓને સરકાર નોકરીમાં જે લાભો આપી રહી છે એવા લાભો હંગામી કર્મીઓને પણ આપો સાથે સાથે કામના કલાકો પગાર સહિતની બાબતો પણ સમાન હક પ્રાપ્ત થાય પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ પ્રત્યુત્તર ન આપતા રોજમદાર કર્મીઓએ અચોક્કસી મુદત સુધી હડતાલનું એલાન જાહેર કર્યુ છે.


Source: royal express