Main Menu

એસ.એસ.સી. પરીક્ષાના શાળા કક્ષાના / બોર્ડ કક્ષાના ઓન લાઈન ગુણ તા. ૧૫ મી માર્ચ સુધી ભરી શકાશે

બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, વડોદરાના સંદેશાનુસાર માર્ચ – ૨૦૧૭ ના ધોરણ – ૧૦ એસ.એસ.સી. પરીક્ષાના શાળા કક્ષાના / બોર્ડ કક્ષાના ઓન લાઈન ગુણ ભરવાની છેલ્લી તારીખ ૧૦/૩/૨૦૧૭ હતી, તે લંબાવીને તા. ૧૫/૩/૨૦૧૭ કરવામાં આવેલ છે. જેની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને નોંધ લેવા જણાવવામાં આવે છે.


Source: royal express