Main Menu

Wednesday, August 8th, 2018

 

પાંદરી ખાતે અંદાજિત રૂપિયા ૧૨ લાખના ખર્ચે નિર્માણ પામેલ  બલ્ક કુલર મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

પાંદરી ખાતે અંદાજિત રૂપિયા ૧૨ લાખના ખર્ચે નિર્માણ પામેલ  બલ્ક કુલર મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો સઘન રસીકરણ દ્વારા પશુઓને ખરવા મોવાસાના રોગમાંથી બચાવવાનું સંનિષ્ઠ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે  – મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૨ માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આજે લીંબડી તાલુકાના પાંદરી ખાતે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે અંદાજિત રૂપિયા ૧૨ લાખના ખર્ચે નિર્માણ પામેલ બલ્ક કુલર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.      આ પ્રસંગે ઉદ્દબોધન કરતા મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, પશુપાલનના વ્યવસાય થકી રાજ્યના પશુપાલકો આર્થિક રીતે સમૃધ્ધ બને તેવીRead More


સુરેન્દ્રનગર જિલ્લા ના લીંબડી નવનિર્મિત બસ સ્ટેશન નું લોકાર્પણ કરવામાં આવ્યું

રાજ્ય સરકાર શ્રી ની સહાય થી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસ.ટી. વિભાગ ના લીંબડી મુકામે રૂ. 334.04 લાખ ના ખર્ચે બાંધવામાં આવેલ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર વાળા અધતન સુવિધા યુક્ત નવીન બસ સ્ટેશનમાં આવેલ સગવડતાઓ તથા મુસાફર સુવિધાઓ સાથે આજે સુરેન્દ્રનગર જીલા ના લીંબડી નવ નિર્મિત બસ સ્ટેશન નું લોકાર્પણ રાજ્ય સરકાર ના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર ના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ લીંબડી નું નવનિર્મિત બસ સ્ટેશન બનાવવા માટે લીંબડી ના પૂર્વ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા ના અથાગ પ્રયત્ન રહિયા હતા.Read More