Main Menu

Thursday, March 16th, 2017

 

જાડેજાએ કર્યુ કઇક એવુ કે ડરી ગયા અમ્પાયર, જાણો શું હતો મામલો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર ફિલ્ડિંગથી અમ્પાયરને ઇજાગ્રસ્ત થતા બચાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાની ઇનિંગની 10મી ઓવરમાં ડેવિડ વોર્નરે સ્ટ્રેટ શોટ ફટકાર્યો હતો, જેને જાડેજાએ કેચ પકડી લીધો હતો. જો તે આમ ન કરત તો અમ્પાયરને ઇજા થઇ શકતી હતી.  ફૂલટોસ બોલ પર વોર્નરનો ખરાબ શોટ  – ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ ડેવિડ વોર્નરના રૂપમાં પડી હતી, તેને જાડેજાની ફૂલટોસ બોલ પર જોરદાર શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મિસ કરી ગયો અને બોલ સીધો બોલર પાસે ગયો હતો. – જાડેજા એલર્ટ હતો અને તેને કોઇRead More


IND Vs AUS: સ્મિથના 117* રન, પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 4/299 રન

  રાંચી:ભારત વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે 4 વિકેટે 299 રન બનાવી લીધા છે. સ્ટીવ સ્મિથ (117) અને ગ્લેન મેક્સવેલ (82) રને અણનમ રહ્યાં હતા. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે 159* રનની ભાગીદારી થઇ હતી. ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 2 વિકેટ જ્યારે અશ્વિન અને જાડેજાને 1-1 સફળતા મળી હતી.   સ્મિથે ફટકારી કારકિર્દીની 19મી સદી   – સ્ટીવ સ્મિથે ભારત સામેની સિરીઝમાં બીજી સદી ફટકારી હતી. – સ્મિથની આ સાથે ટેસ્ટ કારકિર્દીમાં 19 સદી થઇ ગઇ છે. – સ્મિથે ગ્લેન મેક્સવેલ સાથે મળીRead More


ગોવાઃ કોંગ્રેસના હાથમાંથી Go Goa, પારિકરે હાંસલ કર્યો વિશ્વાસમત

  પણજીઃ ગોવાની મનોહર પારિકર સરકારે ગુરુવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ  કર્યો હતો. પૂર્વ ડિફેન્સ મિનિસ્ટર પાસે 22 ધારાસભ્યોનો ટેકો હોવાથી ફ્લોર ટેસ્ટ પાસ કરવામાં મુશ્કેલી પડી નહોતી. 40 ધારાસભ્યોવાળી વિધાનસભામાં બહુમતનો આંકડો 21 છે.  વિશ્વાસ મત દરમિયાન ભાજપ અને પારિકરના પક્ષમાં 22 મત પડ્યા હતા. બીજી બાજુ બીજેપીની સહયોગી શિવસેનાએ ટોણો મારતા કહ્યું કે આ ડેમોક્રેસીનું મર્ડર છે.   દિગ્વિજયના દાવાનો પર્દાફાશઃ પારિકર   વિશ્વાસ મત જીત્યા બાદ મનોહર પારિકરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અમે શરૂઆતમાં જ કહ્યું હતું કે23 ધારાસભ્યો અમારી સાથે છે, હમણાં જ 22 સભ્યોએ પક્ષમાં વોટRead More


ગુજરાતમાં પ્રથમ વખત નરભક્ષી રીંછ ઠાર, 100 વનકર્મી લાગ્યા હતા કામે

  અંબાજી:  દાંતા તાલુકાના કાંસા નજીક આવેલા જંગલમાં વનકર્મચારી અને બે આદિવાસી યુવકોને ફાડી નાંખનારા તેમજ ચાર જણાને ગંભીર રીતે ઘાયલ કરનારા રીંછને શોધવા માટે તંત્ર દ્વારા છેલ્લા ચાર કલાક કલાકથી રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બુધવારે સાંજે કરમદીના ઝાડમાં સંતાયેલા રીંછને બંદુકની ગોળીઓથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. જેને પાંજરામાં નાંખીને ગુપ્તતા સાથે પીએમ અર્થે ખસેડાયુ હતું. દાંતાના કાંસા જંગલમાં હોળીના દિનથી માંડી ત્રણ દિવસ દરમિયાન માનવભક્ષી રીંછે બે આદિવાસી વ્યકિત અને એક વન કર્મચારીને ફાડી ખાઇ મોતને ઘાટ ઉતારી દિધા હતા. તેમજ બે આદિવાસી યુવકો અનેRead More


નલિયાકાંડ મુદ્દે સમિતિની રચના, કોલ ડીટેલ્સ ચેક કરી કડક કાર્યવાહી કરાશે

  અમદાવાદ:નલિયાકાંડ મામલે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે, નલિયાકાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પગલાં લેવામાં આવશે. કોઇ પણ નેતા હશે તમામ કસુરવારો સામે કડક કાર્યવાહી થશે. આ તમામ લોકોની કોલ ડીટેલ્સ પણ ચેક કરવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે નલિયાકાંડમાં તપાસ સમિતિ નીમવામાં આવી છે. રીટાયર્ડ જજ જે.એલ. દવેના વડપણમાં સમિતિ નલિયાકાંડની તપાસ કરશે.  અગાઉ વિધાનસભામાં CMએ આપી હતી ખાતરી  અગાઉ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા નલિયાકાંડના મુદ્દે હાઇકોર્ટના સીટીંગ જજના નિરીક્ષણ હેઠળ તપાસ થવી જોઇએ તેવી તેમની માગણીને ઉઠાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરમિયાનગીરી કરી હતી. મુખ્યમંત્રીએ નલિયાકાંડમાં બાપુRead More


ઈન્દિરાનગર વસાહતમાં પાણી લાઈનનું થયેલું ખાતમુર્હુત

ચિત્રા-ઈન્દિરાનગર વસાહતમાં રૂા.પ૮,૮૮,૮૮૦ના અંદાજીત ખર્ચથી પાણીની પાઈપલાઈન નેટવર્કના કામનું ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે ખાતમુર્હુત થયેલ. મેયર નિમુબેન બાંભણીયા, આ વિસ્તારના નગરસેવક કાંતિભાઈ ગોહિલ, ડે.મેયર મનભા મોરી, સ્ટે. કમિટી ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા, કિર્તીબેન દાણીધારીયા, સીટી એન્જિ. ચંદારાણા અને અન્ય લોકો હાજર રહ્યાં હતા. Source: royal express


રોજમદાર કર્મચારીઓ દ્વારા સમાનકામ સમાન વેતનની માંગ સાથે હડતાલ પર

ભાવનગર શહેર જિલ્લાના તમામ તાલુકાઓમાં ૧૧ માસ કરાર આધારિત કામ કરતા રોજમદારો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સમાનકામ સમાન પગાર સમાન નોકરીની સુરક્ષા માંગ સાથે જ્યા સુધી માંગ સંતોષવામાં ન આવે ત્યા સુધી કામ કાજથી અળગા રહી હડતાલનું રણશીંગુ ફુક્યુ છે. રાજ્યના તમામ જિલ્લા સાથો સાથ ભાવનગર જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તળે આવતા ૧૦ તાલુકામાં ૧૧ મહિનાના કરાર આધારે કામ કરતા કર્મીઓ દ્વારા રાજ્ય સરાકરને ગત તા.૧૦-૨-૧૭ના રોજ આવેદન પત્ર પાઠવી સમાન કામ સમાન વેતન સાથે એક  સમાન નોકરીની સુરક્ષાની માંગ કરી છે. રોજમદારોની એવા પ્રકારની માંગ કરી છે કેRead More


ઈરાદા મજબુત તો વિકલાંગતા શેની ?

ધોરણ ૧૨ ની પરિક્ષાને લઈને શહેરની ટી.બી. જૈન સ્કુલ ખાતે એક વિદ્યાર્થી તથા એક વિદ્યાર્થીની જેમા કુશળ કેતનભાઈ પંડ્યા તથા ભાવી કિરીટભાઈ શાહ હાથ પગેથી જન્મજાત અપંગતા ધરાવતા હોય તેમના વાલીઓ રાયટર સાથે પરીક્ષા કેન્દ્ર સુધી મુકવા આવ્યા હતા પરંતુ આ પરીક્ષાર્થીઓની મુખ મુદ્રા પરથી જુસ્સો ભારે ભાર છલકતો હતો અને કહી રહ્યો હોય તેમ શરીર વિકલાંગ છે બાકી મનમાં તરવરાટ જુસ્સો સૌથી બળવાન છે. Source: royal express


બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

ભાવનગર શહેર જિલ્લામાં આજથી ધોરણ ૧૦ તથા ૧૨ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. કસોટીના પ્રથમ પેપર દરમ્યાન રાજકિય અગ્રણીઓ, પદાધિકારીઓ તથા અન્ય મહાનુભાવો સહિતનાઓએ પરીક્ષાર્થીઓને પૂષ્પ ગુચ્છ તથા મો મિઠા કરાવી શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર રાજ્ય સાથે સાથે ભાવનગર શહેર જિલ્લામાં એસ.એસ.સી. એચ.એસ.સી. બોર્ડની પરીક્ષાનો આજરોજ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પ્રારંભ થયો હતો. તંત્રની આગોતરી તૈયારી તથા આયોજન બધ્ધ ગોઠવણને પરીણામે પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ પડી ન હતી. સવારના સમયમાં ધોરણ ૧૦માં ગુજરાતી ભાષાનું પેપર લેવાયુ હતું જે અંગે પરીક્ષાર્થીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષની તુલનાએ આ વર્ષે પેપર સરળ સહેલુ રહેતાRead More


કડીયાળી નજીક પાઈપલાઈન તુટતા પાણીનો બેફામ બગાડ

રાજુલા તાલુકાના કડીયાળી ગામ નજીક નેશનલ હાઈવે રોડ પર તાનસેલ હોટલની સામે મહીપરી યોજનાની પાઈપલાઈન કોઈપણ કારણોથી લીક થતા લાખો લિટર પાણીનો બગાડ થયો હતો. ઉનાળાની સિઝન શરૂ થતા અમુક તાલુકામાં પીવાના પાણીનો પોકાર બોલે છે. પાણી માટે લોકો વલખા મારે છે ત્યારે રાજુલા નજીક તાનસેન હોટલ સામે છેલ્લા ૧ કલાકથી મહીપરી યોજનાની પાછળ લીકેજ થતા લાખો લીટર પાણીનો બગાડ અંદાજે ૧ કલાક વિતવા છતાં જવાબદાર કર્મચારી ડોકાયા ન હતા. મહીપરી યોજનાના જવાબદારી કર્મચારી ઉંઘતા ઝડપાયા હતા. Source: royal express